Ahmedabad Congress : અમદાવાદમાં પાથરણાવાળાને ન હટાવવા હવે કોંગ્રેસ મેદાને, નાના ફેરિયાઓને તહેવાર વખતે હેરાન ન કરવા કરી રજૂઆત

October 19, 2024

Ahmedabad Congress : દેશમાં અત્યારે હવે દિવાળીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીને લઈને હવે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ જ દિવાળીના તહેવાર સમયે રોજનું રોજ કમાઈને પોતાનું પેટિયું રળતા લોકો માટે રોજગારીનો સમય છે. દિવાળી તો ગરીબ હોય કે ધનિક સૌનો તહેવાર છે. ત્યારે હવે અમદાવાદમાં નાના ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓને હટાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હવે હાઇકોર્ટના આ નિર્ણયને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શાહઝાદ ખાન આ મામલે આ ફેરિયાઓની વ્હારે આવ્યા છે. અને આ ફેરિયાઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ નાના- નાના ફેરિયાઓ ધંધો રોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર ફેરીવાળાઓને દબાણના નામે તેઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા પાસે વર્ષોથી બજાર ચાલે છે જ્યાં સસ્તા ભાવે લોકો ખરીદી કરે છે પરંતુ તહેવારના સમયે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જગ્યાએ દબાણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેરિયાવાળાઓને હેરાન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદના ત્રણ દરવાજાની પાસે ભદ્રકાળી મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. અને તેની આસપાસ જ ફેરિયાઓ ધંધો રોજગાર કરતા હોય છે. તો આ લોકોને તેમનો ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોSatyendra Jain : AAP નેતા સત્યેન્દ્ર જૈને તિહારમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા, કહ્યું, “હું લગભગ મારી જ ગયો તો”

Read More

Trending Video