Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

August 22, 2024

Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા   વિજય સુવાળા (vijay suvada) સામે  અમદાવાદમાં  (Ahmedabad )  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.

ગાયક વિજય સુવાળા સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ

પ્રાપ્ત જાણકારી મુજબ આ ફરિયાદ ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપવા મામલે દાખલ કરવામા આવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદનીની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે વિજય સુવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી.

વિજ્ય સુવાળા આપમાંથી જોડાયા હતા ભાજપમાં

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 17મી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તે દરમિયાન વિજય સુવાળાએ કહ્યુ હતુ કે, મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ.

શું ભાજપના નેતાઓને કાયદો હાથમાં લેવાની પરવાગી છે ?

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના કાંડ સામે આવી રહ્યા છે.  જેમાં ભ્રષ્ટાચાર , રેપ , સહિતની ફરિયાદો ભાજપના નેતાઓ સામે થઈ છે ત્યારે હવે  ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળા ગુંડાગર્દી પર પણ ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.  અન્ય નેતાઓની જેમ વિજય સુવાળા પણ ભાજપમાં હોવાથી કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા છે.  શું ભાજપમાં જોડાયા બાદ કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી મળી જાય છે ?  જે પ્રમાણે ભાજપના નેતાઓ સામે પોલીસ પણ ઢીલી નિતી અપવાની રહી છે તેમ જોતા આવા નેતાઓને કાયદો  હાથમાં લેવાનો ખુલ્લો દોર મળી ગયો છે. ત્યારે હવે વિજય સુવાળા સામે ફરિયાદ નોધાયા  બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું..

આ પણ વાંચો :  Ahmedabad માં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારો વરસાદી પાણીથી થયા તરબોળ

Read More

Trending Video