Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં એક ખેલૈયાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પાર્ટી પ્લોટનાં ગરબા આયોજકોએ ખેલૈયા ઉપર કર્યો જાન લેવા હુમલો
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સોલા ભાગવત રોડ એસજી હાઇવે પાસે આવેલા માંગલ્ય વાટીકા પાર્ટી પ્લોટ પાસે મંગળવારે રાત્રે ફોર સીઝન ઇવેન્ટનાં ગરબા આયોજકો સાથે 20 થી 25 જણા મળીને દ્વારા નિક્સ એન્ટરટેનમેન્ટના રાણીપ બ્રાન્ચ મેનેજર તથા ખેલૈયા રાહુલ મંગલાણીને અમારી ઇવેન્ટના ડુબલીકેટ પાસ તું વેચે છે તેમ કહી કોલર પકડીને પાર્ટી પ્લોટના ગેટ બહારથી કોલર પકડીને પાર્ટી પ્લોટમાં અંદર રૂમમાં લઈ જઈ ગયા હતા અને આ યુવકને ગઢડા પાટુનો માર માર્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ સોલા પોલીસ સ્ટેશનને કરવામા આવતા PI કે એન ભુકન ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફોર સીઝન ઇવેન્ટનાં 20 થી 25 આયોજકો કર્યો હુમલો
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ માંગલ્ય વાટીકા પાર્ટી પ્લોટના ફોર સીઝન ઇવેન્ટનાં નવરાત્રી આયોજક રવિરાજસિંહ, યશ દ્વારા રમવા ગયેલા ખેલૈયા રાહુલ મંગલાણીને તું ડુબલીકેટ પાસ કેમ વેચે છે તેમ કહી કોલર પકડી માંગલ્ય વાટીકા પાર્ટી પ્લોટમાં અંદર રૂમમાં લઈ જઈ રૂમ બંધ કરી 20 થી 25 જણાએ મળીને મારામારી કરી જાન લેવા હુમલો કર્યો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ભોગ બનનાર રાહુલ મંગલાણી અને મારામારી કરનારા 8 થી 10 જણાને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. જે બાદ ભોગ બનનાર રાહુલ મંગલાણીની તબિયત લથડતા તાત્કાલિક ધોરણે 108 બોલાવીને સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : માં અંબા પાસે મેં મનોકામના માગી છે કે,આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ : હર્ષ સંઘવી