Ahmedabad: આ પોલીસ સ્ટેશન છે કે પછી કમલમ? નેતાજીના બર્થ-ડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ ગીત

June 28, 2024

Ahmedabad: અમદાવાદ DCP ની ઓફિસનો એક વીડિયો સામે આવ્યો છે જેને સૌ કોઈને વિચારતા કરી દીધા છે. ભાજપના નેતાના (BJP leader) જન્મદિવસની ઉજવણી (birthday celebrated) પોલીસ સ્ટેશનમાં જ કરવામા આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમાં ખુદ પોલીસ અધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસના આવલણની ભારે ટીકા થઈ રહી છે.

પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાનો જન્મદિવસ ઉજવાયો

પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે (Himanshu Chauhan) DCP કચેરીમાં કેક કાપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ભાજપ નેતા યોગેશ ગઢવી (Yogesh Gadhvi) પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ DCP સહિત અનેક PI સેલિબ્રેશનમાં જોડાયા હતા. જાણકારી મુજબ IPS કાનન દેસાઈએ DCP કચેરીમાં આયોજન કર્યું હતુ.

અમદાવાદ પોલીસ પર ઉઠ્યા સવાલો

મહત્વનું છે કે, જે અધિકારીઓને લોકોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી હોય છે તે પોલીસ અધિકારીઓ જ કાયદાનું ભાન ભુલી જાય ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે.

વીડિયો વાયરલ થતા પોલીસની થઈ ટીકા

ACP કચેરીમાં ભાજપ નેતાના જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસની ભારે ટીકા થઇ રહી છે. લોકો આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પોલીસ સ્ટેશન છે કે પછી કમકલ તેવા લોકો સવાલો કરી રહ્યા છે. શું ભાજપના નેતાને પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાનો અધિકાર છે ? પોલીસ અધિકારીઓ કેમ ભાજપના નેતા પર આટલા મહેરબાન થયા છે ?

આ પણ વાંચો : JIO vs Airtel: JIO બાદ Airtel એ Recharge Plan મોઘા કર્યા, જાણો બંન્નેમાંથી તમને ક્યાં પ્લાનમાં મળશે વધુ ફાયદા

Read More

Trending Video