Ahmedabad : AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, તપાસ કરતા ભ્રષ્ટાચારી સરકારી બાબુ પાસેથી મળ્યો ‘કુબેરનો ખજાનો’

August 2, 2024

Ahmedabad : છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં (Gujarat) લાંચ (bribe) લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એક્શન મોડમાં છે. અગાઉ રાજકોટ આગની ઘટનામાં  (Rajkot fire incident) ACBએ મહાનગરપાલિકાના TPO સાગઠિયાની કરોડોની ગેરકાયદેસર મિલકતોનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આરોપી મનસુખ સાગઠિયા પાસેથી ભ્રષ્ટાચારની કરોડોની કાળી કમાણી ACB એ જપ્ત કરી હતી ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક ભ્રષ્ટાચારી સાગઠિયા ઝડપાયો છે. જેમાં AMCના ઈતિહાસમાં સૌથી મોટી લાંચનો કિસ્સો સામે આવ્યો છે.

AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ACB એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભ્રષ્ટાચાર અને લાંચનો સૌથી મોટો કેસ શોધી કાઢ્યો છે. ACB એ AMC ના બે 2 અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલને 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ AMCના મદદનીશ શહેર વિકાસ અધિકારી હર્ષદ ભોજકના ઘરેથી રૂ. 73 લાખ રોકડા અને રૂ. 4.50 લાખની કિંમતનું સોનું કબજે કર્યું છે. અને હજુ સર્ચ ચાલું છે. જેથી વધુ પણ અપ્રમાણસર મિલકત મળી આવે તવી શક્યતા છે.

Ahmedabad : AMCના આસિસ્ટન્ટ TDO20 લાખની લાંચ લેતા ઝડપાયા

ACBએ આ રીતે આરોપીઓને રંગેહાથ ઝડપ્યા

પ્રાપ્ત જાણકારી મુજબ ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલી જેમા જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જીનિયર આરોપી આશીષ પટેલને મળેલ અને આરોપી આશીષએ ફરીયાદીને આરોપી હર્ષદભાઇ ભોજક સાથે મુલાકાત કરાવી અને બનાવની હકીકતથી વાકેફ કરેલ જેથી આરોપી હર્ષદ ભોજકએ ફરીયાદીને કામ કરી આપવા પ્રથમ રૂ.50 લાખ લાંચની માગણી કરેલ અને આરોપી આશીષને રૂપિયા.10 લાખ આપવાની વાત કરેલી જેથી ફરીયાદીએ રકઝક કરતા રૂ.20 લાખ આપવાના નક્કી થયા હતા.

જો કે, લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા જેથી તેમણે ACB નો સંપર્ક કરતાં ACB એ આ ભ્રષ્ટાચારી અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે લાંચના છટકું ગોઠવ્યું હતું.જેથી આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2 ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક રું 20,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જે બાદ આરોપીઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે તપાસ કરતા રૂપિયા 73લાખ ની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંત રકમ કબજે કરી હતી. આ સાથે દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતેને ચકાસણી અને જડતી કરવામા આવી રહી છે.

ગુજરાતમાં આવા કેટલા સાગઠીયા ?

મહત્વનું છે કે, રાજકોટ અગ્નિકાંડમાં સાગઠિયાની તપાસ કરતા તેની પાસેથી ભ્રષ્ટાચારની કાળી કમાણીનો જે પ્રમાણેનો ખજાનો મળ્યો તે જોતા જ અંદાજ આવી જાય છે કે મ્યુન્સિપાલ તંત્રમાં કેટલો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. આજે અમદાવાદમાંથી પણ આવો જ સાગઠિયો ઝડપાયો છે જેની પાસેથી પણ કોડોનો ખજાનો મળી આવ્યો છે. ત્યારે સરકારી તંત્રમાં જો તપાસ કરવામા આવે તો ગુજરાતમાંથી આવા અનેક સાગઠિયાઓ ઝડપાઈ શકે છે.

આ પણ વાંચો :  Rahul Gandhi ની ઉંઘ કેમ ઉડી ? મોડી રાત્રે જ ટ્વિટ કરીને કહ્યું- મારુ ચક્રવ્યુહનું ભાષણ તેમને પસંદ ના આવ્યું તેથી મારા પર…..

Read More

Trending Video