Ahmedabad : અમદાવાદમાં ભાજપ નેતાના પુત્રની ધરપકડ, ભાડે ગાડીઓ લઈને આચર્યું મોટું કૌભાંડ

July 27, 2024

Ahmedabad : અમદાવાદમાં ભાજપ (BJP gujarat) નેતાના પુત્રનો વધુ એક કાંડ સામે આવ્યો છે. ભાજપ નેતાના પુત્રએ પિતાના નામે ગાડીઓનું મસમોટું કૌભાંડ આચર્યું છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જયારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) જયારે આ મામલે વચ્ચે પડ્યા હતા. અને તેમણે આ કૌભાંડ મામલે ધરણા કરવાની ચીમકી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને ગઈકાલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આજે આ મામલામાં આરોપી પ્રિન્સ મિસ્ત્રી (Prince Mistry)ની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદ (Ahmedabad)માં ભાડે ગાડીઓ લઈને પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ (Ahmedabad)માં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લઇ અને પચાવી પાડવાનું આ કૌભાંડ આચર્યું છે. લોકસભાની ચૂંટણીમાં તેમને ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી 45 જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડી ભાડે આપી હતી.

પ્રિન્સ મિસ્ત્રીએ બે થી ત્રણ મહિના સુધી બધાને પૈસા ચૂકવ્યા પણ ખરા. પરંતુ ત્યારબાદ પરંતુ છેલ્લા થોડા સમયથી વળતર નહીં મળતા કાર માલિકો પ્રિન્સ મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતાએ પ્રિન્સ ઘરે નહીં આવતો હોવાનું અને તેની સાથે કોઈ સંબંધ નહિ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોGujarat : PMO, CBI, RAW અને NIAના નામે સરકારી અધિકારીઓને છેતર્યા… લક્ઝરી કારમાં ચલાવતો હતો આરોપી

Read More

Trending Video