Ahmedabad : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આ તો ગુજરાતમાંથી સામે આવતા કેસો કહે છે. એક તરફ પોલીસ કહે છે કે અમે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહ્યા છીએ. પરંતુ હજુ પણ પોલીસ કે કાયદા વ્યવસ્થાનો ડર કોઈની અંદર જોવા મળતો નથી. સામાન્ય માણસો પર પોલીસનું જોર ચાલે છે. પણ આ બેફામ બનેલા આવારા તત્વો પર પોલીસ કે ગૃહ વિભાગ કંઈ કોઈ મોટી કાર્યવાહી કરી શકતી નથી. આજે અસામાજિક તત્વો બેફામ બન્યા તેનો વિડીયો સામે આવ્યા છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ગઈકાલે રખિયાલમાં ફરી આવારા તત્વોએ ઉધમ મચાવ્યો હતો.
અમદાવાદની અજીત મીલ ચાર રસ્તા નજીકની રેસિડેન્સીમાં હથિયારો સાથે ઘૂસી આતંક મચાવ્યો હતો. વીડિયોમાં 4 થી 5 વ્યક્તિ હાથમાં ચપ્પુ, તલવાર, લાકડી અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જયારે એ ઘરનો ગેઇટ ના ખુલ્યો તો પથ્થરનો પણ ઘા કરવામાં આવ્યો હતો. જે ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં મહિલાઓ અને બાળકો ડરના કારણ ચીસો પાડતા સંભળાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરીથી અસામાજિક તત્વોએ હાથમાં તલવાર, પાઈપ અને ધોકા-લાકડી સાથે ઘર પર ઘાતક હુમલો કર્યો હોવાના CCTV સામે આવ્યાં છે. વીડિયો વાયરલ થતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. અને પોલીસે આ અસામાજિક તત્વોને ઝડપી પણ પાડ્યા છે.
અહીં માત્ર DGP સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવાનું કે તમે માત્ર લિસ્ટ બનાવી આરોપીઓને રોકી નહિ શકો. આ લોકોને આકરી સજા કરવી પડશે સાહેબ નહિ તો એક દિવસ એવો આવશે કે પોલીસની જગ્યાએ આ ગુંડાઓ જ રાજ કરતા હશે.
આ પણ વાંચો : Robert Vadra : રોબર્ટ વાડ્રા પગપાળા ED ઓફિસ પહોંચ્યા, લેન્ડ ડીલ કેસમાં સમન્સ જારી, તેમની પૂછપરછ ચાલુ