Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવે યુપી બિહારવાળી જોવા મળી રહી છે. હવે અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોને હવે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. હવે તો હદ થઈ ગઈ કહેવાય કારણ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Cm Bhupendra patel) વિસ્તારમાં જ અસમાજિક તત્વોએ એટલા બેફામ બન્યા છે કે, ખુલ્લેઆમ દારુ પીને ઘાતક હથિયારો વળે આતંક મચાવતા જોવા મળ્યા હતા.ત્યારે આ ઘટના સામે આવતા સવાલ થઈ રહ્યા છે કે, શું અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર નથી, જો મુખ્યમંત્રીના વિસ્તારમાં જ આવું હોય તો અન્ય વિસ્તારની શું વાત કરવી.
ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ
સમગ્ર ઘટના વિશે વાત કરવામા આવે તો અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તલવાર લઈને આતંક મચાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ચાણક્યપુરીના શિવમ એપાર્ટમેન્ટની જ્યાં અસામાજિક તત્વોએ દારૂના નશામાં તલવાર લઈ આવી આતંક મચાવ્યો હતો. B-205 નંબરના ફ્લેટમાં દારૂની મહેફિલ માણી નીચે ઉતરતા સ્થાનિકોએ અટકાવતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી અને બેફામ આતંક મચાવ્યો હતો પંકજ પટેલ નામના વ્યક્તિના નામે ફ્લેટ હોવાનું આવ્યું સામે આવ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરવા છતાં પોલીસે યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે દારૂના નશામાં યુવતીની છેડતી તેમજ બેઠેલા લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો, છેડતી કરનારને પકડતા અન્ય સાથીઓએ આતંક મચાવ્યો હતો. ઘાટલોડિયાના રોહિત ઠાકોર નામના વ્યક્તિએ સાથીઓ સાથે મળી આતંક મચાવ્યો તેવું સ્થાનિકો લોકો કહી રહે છે.
ઘરમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી
આ ઘટનામાં સોસાયટીના 2-3 લોકો ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સોસાયટીમાં આતંક મચાવનારા લોકો છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં પોતાનો સામાન બદલી રહ્યા હતા. તેણે ત્રણ દિવસ પહેલા જ ભાડા પર મકાન લીધું હતું. માહિતી મળતાં પોલીસ પહોંચી અને બંધ મકાનનું તાળું ખોલ્યું તો અંદરથી દારૂની બોટલો મળી આવી હતી.
15 હુમલાખોરો સામે નોંધાઈ ફરિયાદ
એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનારા તમામ લોકો અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ પોલીસે 15 હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ અને તોફાનોની ફરિયાદ નોંધી છે.
મુખ્યમંત્રી ના જ વિસ્તારમાં જ આ હાલત હોય તો અન્ય વિસ્તારોનું શું ?
આ ઘાટલોડિયા વિસ્તાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભાનો વિસ્તાર છે અને ભારતના ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે ત્યારે આજ વિસ્તારમાં લુખ્ખાઓ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય એવું લાગી રહ્યું છે. આ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભાનો વિસ્તાર છે ત્યાં પણ આવી ઘટના બની શકે છે તો પછી હવે બીજા વિસ્તારનીતો શું વાત રહી ? આ અસમાજિક તત્વો પર અમદાવાદની પોલીસ ક્યારે કાબ માં લેશે અને ક્યારે એમને કડકમાં કડક સજા કરે છે. આ આખી ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવે છે પોલીસ હવે આ ફૂટેજ ના આધારે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું..
આ પણ વાંચો : મલ્લિકાર્જુન ખડગેનો હુંકાર -‘મોદીને હટાવ્યા વિના મરીશ નહીં’, અતિમ શાહે ખડગેના નિવેદન પર આપી આ પ્રતિક્રિયા