Ahmedabad : અમદાવાદમાં ( Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં વડાપ્રધાન મોદીના (PM Modi) ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે ડોમની નીચે કેટલાક શ્રમિકો દટાયા છે. જેમને હાલ સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે જેમાં 2 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા આ દરમિયાન તેમણે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા યોજી હતી આ સભા માટે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. ત્યારે ગત રોજ આ ડોમને ખેલવાની કામગીરી કરવામા આવી રહી હતી આ દરમિયાન મોડી રાતે 3 વાગ્યે એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ડોમ નીચે કામ કરતા શ્રમિકો ડોમની નીચે દટાઈ ગયા હતા જેમાંથી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. આ 9 લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પીડીત શ્રમિકે જણાવી સમગ્ર ઘટના
આ મામલે વિષ્ણુ નામના પીડીત શ્રમિકે જણાવ્યું હતુ કે, અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જેમાં મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સદભાગ્યે અમારી સાથે કોઈ મહિલા શ્રમિક નહોતી.