Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે અમદાવાદમાં ભાજપની ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે યુવાનોએ આગળ આવવું જોઈએ અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વચ્ચે એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમા ચાલુ યાત્રાએ ટેટ ટાટ ઉમેદવાર બુમ પાડી અને
કહ્યું કે એ અમિત કાકા કાયમી ભરતી કરજો…..
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદની મુલાકાતે હતા. અહીં તેમણે ભાજપની ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી હતી. આ યાત્રા દરમિયાનનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ટેટ ટાટ ઉમેદવાર બુમ પાડી અને કહ્યું કે એ અમિત કાકા કાયમી ભરતી કરજો…..
આ યાત્રા દરમિયાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે ‘તિરંગા યાત્રા’ એ યુવાનોને ઉર્જાવાન કરવાનો અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ કરવાનો એક માર્ગ છે. બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેશભક્તિની અભિવ્યક્તિ જ નથી બની, પરંતુ 2047 સુધીમાં ભારતને એક મહાન અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા સંકલ્પનું પ્રતીક પણ બની ગયું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત રાષ્ટ્ર બનવા માટે કટિબદ્ધ છે ત્યારે નાગરિકો અને ખાસ કરીને યુવાનોએ આગળ આવીને દેશને નંબર વન બનાવવાના ધ્યેય સાથે કામ કરવાની જરૂર છે. તેઓએ દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ જેમાં તેઓ નિપુણ છે. અમદાવાદમાં આયોજિત કાર્યક્રમને ફ્લેગ ઓફ કર્યા બાદ શાહે રાષ્ટ્રધ્વજ પકડીને થોડે દૂર ચાલીને યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાનની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ સુધી દેશના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પહેલ પાછળનો ઉદ્દેશ નાગરિકોમાં દેશભક્તિની લાગણી જગાવવાનો અને ત્રિરંગા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.