વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચની રોમાંચક મેચ જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા છે. લોકો દુર દુરથી આ મેચને નિહાળવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ રોમાંચક મેચ જોવા માટે આવશે.
અમિત શાહ INDvsPAK મેચ જોવા આવશે
પ્રાપ્ત વિગતો મુજબ, આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન અમિત શાહ 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે.
આ કાર્યક્રમમાં આપશે હાજરી
આ પ્રવાસ દરમિયાન અમિતશાહ અમદાવાદ, ગાંધીનગરના અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમજ નવરાત્રી પણ શરૂ થઇ રહી હોવાથી તેઓ માણસા ખાતે કુળદેવીના દર્શન કરવા પણ જશે.