Ahmedabad નો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ હાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી ગયો છે જેના કારણે ત્યાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને સુભાષબ્રિજનું નીચેની તરફથી ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી પણ તપાસ કરવામાં આવી હતી. હવે તેને લઈને વધુ એક માહિતી સામે આવી છે. સુભાષ બ્રિજ આગામી 15 ડિસેમ્બર સુધી બંધ જ રહેશે. જે બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદના સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે બ્રિજ બંધ રાખવામાં આવશે. આ સાથે જ ત્રણ એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષબ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કર્યું હડદડના ખેડૂતોનું સન્માન, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર