Ahmedabad : અમદાવાદના ડોન ધમા બારડની દુર્દશા, પોલીસે કેવી રીતે ઉતારી આ ડોનની ચરબી ?

September 10, 2024

Ahmedabad : અમદાવાદ પૂર્વમાં એવું કહેવાય કે ઘરે ઘરે ડોન રહે છે. અને તેમનો આતંક પણ એવો જ જોવા મળે છે. પરંતુ પોલીસ જ્યારે ધારે કે હવે આ ડોનને આગળ નથી વધવા દેવો ત્યારે તે ડોનની હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં અમદાવાદના કુખ્યાત ડોન ધમા બારડની પોલીસે ધરપકડ કરી હતી અને મેથીપાક ચખાડ્યો હતો.

સ્ક્રીન પર જે દાઢીવાળો શખ્સ જોવા મળે છે તે છે ધમા બારડ. જે પોતાની જાતને ડોન માને છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધમાનો આતંક જોવા મળતો હતો. મારામારી , ધાકધમકી દારૂની હેરાફેરી ફાયરીંગ જેવી અનેક ગુન્હાઓને અંજામ આપવામાં આવ્યો છે. ધમાં સામે 22 થી વધારે કેસ દાખલ થયેલા છે.. અને હંનાજ 15 દિવસ પહેલાજ પાસાની સજા કાપી આવેલ હતો. અને તેને કૃષ્ણનગર વિસ્તારમાં અપહરણ કર્યું હતું. આ અપહરણ તેને કિશોર રાઠોડ ઉર્ફે કિશોર લંગડાના દીકરાનું કરવામાં આવ્યું હતું. અજીતસિંહ રાઠોડનું અપહરણ ધમા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને માર મારી છોડી દીધો હતો અને આરોપી ધમો ફરાર થઈ ગયો હતો. પોલીસે ધમાને શોધી કાઢ્યો કેવડિયા જોડે આવેલ ગરુડેશ્વર ગામમાંથી તેને ઝડપી લેવાં આવ્યો. તેને અંદાજ નહતો કે પોલીસ તેને અહિયાંથી શોધી શકશે.. ત્યારબાદ તેને જ્યારે ઘટના સ્થળ પર રિકન્ટ્રક્શન કરવા પોલીસ દ્વારા લઈને આવ્યા ત્યારે તે ડોન ની હાલત જોવા જેવી હતી. પોલીસે ધામને તેના જ વિસ્તારમાં લઇ જઈને તેની બધીજ દાદાગીરી નીકળી દીધી. અને એવું કહેવાય કે ડોનની ચરબી પણ ઉતરી ગઈ અને રોડ પર ચાલતા ચાલતા હાથ જોડતો પણ નજરે પડ્યો.

આ પણ વાંચોChinese Garlic : ગોંડલમાં ચાઈનીઝ લસણ મળ્યા બાદ ખેડૂતોમાં આક્રોશ, આ જથ્થો આવે છે ક્યાંથી ? 

Read More

Trending Video