Ahmedabad: ઓઢવમાં ડિમોલેશન બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લીધી, સરકારને આપી આ ચેલેન્જ

January 27, 2025

Ahmedabad: હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તેના પર દાદાનું બુલડોઝર ફરી રહયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમા થોડાક દિવસ પહેલા ઓઢવમાં (Odhav) રબારી વાસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીન માલધારી સમાજને 1962માં પુનર્વસન યોજના હેઠળ ફાળવવામાં આવી હતી. આ જગ્યા પર માલધારી સમાજ 65 વર્ષ થી રહી રહ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકોને એક દિવસ પહેલા નોટિસ મળીને, 24 કલાકમાં જ બુલડોઝર પહોંચ્યા હતા, અને મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ડિમોલિશન ને લઈને ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ઈસુદાન ગઢવીએ મકાન તોડવાને લઈને શું કહ્યું?

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલેશન બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લીધી હતી આ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, ઓઢવમાં 1952 થી રહેતા માલધારી સમાજ, અને ગરીબ લોકો ઉપર નમાલાનું બુલડોઝર ચાલ્યું છે. આ નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવે છે. જમીન પચાવી પાડી હોય તેવા ઉદ્યોગપતિઓ પર, ગૌચરની જમીન ખાનારા લોકો ઉપર બુલડોઝર નથી ચાલતું. 1952 થી આ લોકો રહી રહ્યાં છે, તો આ મકાન કાયદેસર થઈ જવાં જોઈએ. કોર્ટ પણ કહ્યું હતું કે કોર્પોરેશન સાથે મળીને કોઈ નિવેડો લાવવામાં આવે. પણ કોઈ મંત્રીના કહેવાથી આ ડિમોલિશન કરવામાં આવ્યું. સરકારી ગરીબોને મકાન આપવાના હોય, પણ સરકાર તો મકાન તોડી રહી છે. માલધારી સમાજ સંગઠિત થાય, આનો વિરોધ કરે. 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અહીં ફરીથી મકાન બંધાવીશું.

આ પણ વાંચો :  કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ભાજપમાં ધમધમાટ, રાપર-ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

Read More

Trending Video