Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત આવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અને આ અકસ્માતમાં સદનસીબે કોઈનો ભોગ લેવાયો નહિ. પરંતુ કારચાલક ભારે નશાની હાલતમાં હતો. હવે આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. અત્યારે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રીપલ પંચાલ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી
આજે સવારે બોપલ આંબલી વિસ્તારમાં બનેલ અકસ્માતની ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ગુનો દાખલ કરવામાં સમય લગાડ્યો અને FSL ને જલ્દી બોલવાની તસ્દી પણ લેવાઈ નથી જેને લઈને આજે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ઈન્ચાર્જ PI સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં નશામાં ચૂર નબીરાએ સર્જ્યો અકસ્માત
આજે સવારે અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહ્યો હતો. કારચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટના સામે આવી હતી. ઓડી કાર ચાલાકે પીક અવર્સમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે લોકોના જીવ તાલાવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીએ આ મામલે એક વિડીયો પણ બનાવ્યો હતો.