Ahmedabad Accident : અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગથી ચારથી પાંચ વાહનોને ઉડાડ્યા

November 25, 2024

Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત આવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અને આ અકસ્માતમાં સદનસીબે કોઈનો ભોગ લેવાયો નહિ. પરંતુ કારચાલક ભારે નશાની હાલતમાં હતો.

અમદાવાદમાં નશામાં ચૂર નબીરાએ સર્જ્યો અકસ્માત

આજે સવારે અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહ્યો હતો. કારચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટના સામે આવી હતી. ઓડી કાર ચાલાકે પીક અવર્સમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે લોકોના જીવ તાલાવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીએ આ મામલે એક વિડીયો પણ બનાવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીએ આ મામલે શું કહ્યું ?

આ અકસ્માત સર્જનાર રીપલ પંચાલ જયારે ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે ભારે નશાની હાલતમાં હતો. આ મામલે પ્રત્યક્ષદર્શીએ એક વિડીયો પણ બનાવ્યો હતો. અને આ વીડિયોમાં જયારે તેમણે અકસ્માત થયેલ ઓડી કાર પાસે પહોંચ્યા ત્યારે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.

આ અકસ્માતનો ભોગ બનનારે જણાવ્યું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર આવેલી છે જેના કારણે હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે તેને કંઈ ખબર પડતી નહોતી. જે બાદ ઓડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.

આ પણ વાંચોParliament Winter Session : આજથી સંસદના શિયાળુ સત્રની શરુઆત, સત્ર પહેલા PM મોદીએ કહ્યું, મુઠ્ઠીભર લોકોની ગુંડાગીરી દ્વારા ગૃહને નિયંત્રિત કરવાનો પ્રયાસ

Read More

Trending Video