Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. હવે આ અકસ્માતનો લાઈવ CCTV વીડિયો સામે આવ્યો છે.
ફોર્ચ્યુનર કાર રોકેટ ગતિએ આવી અને થારને ઉડાડી
અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે પુર પાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જાણકારી મુજબ ફોર્ચ્યુનરની સ્પીડ 150થી 200ની હતી કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું દેખાય છે.
ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે
પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. જો હાલ આ અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં બંન્ને કાર વચ્ચે જોરદાર ટક્કર થતી દેખાઈ રહી છે.