Ahmedabad Accident : ગુજરાતમાં ફરી એક વાર તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ (ahmedabad)ના બોપલમાં બેફામ કાર ચાલકે વધુ એક ગંભીર અકસ્માત (Ahmedabad Accident) સર્જ્યો છે. અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. બોપલ (Bopal)ના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
આ ઘટના વહેલી સવારે 5 વાગે રીંગરોડ પાસે જણાવવામાં આવી રહી છે. ગાંધીનગર તરફથી આવતી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલ આ અથડામણમાં બંને વાહનોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં મુસાફરી કરી રહેલા બે લોકોમાંથી એક ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. જેના કારણે આશંકા છે કે તેમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, વાહનના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતને કારણે એક ટ્રક ચાલકે પણ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને તેનું વાહન રોડ પરથી નીચે પડી ગયું હતું. પોલીસ હવે ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને સંપૂર્ણ માહિતી એકઠી કરી રહી છે.
આ પણ વાંચો : Amit Shah : સહકારી ક્ષેત્રના લોકોએ જિલ્લા સહકારી બેંકમાં તેમના ખાતા ખોલાવવા