Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે આ અકસ્માત અંગે પોલીસે (Ahmedabad Police) તપાસ હાથ ધરી હતી.ત્યારે દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો (Bishnoi Gang) હોવાનું સામે આવ્યું છે.
પોલીસની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદમાં સવારે 5 વાગ્યે રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક કારચાલકનું મોત નિપજ્યું છે,જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાને પગલે પોલીસ અહીં આવી પહોંચી હતી અને તપાસ કરતા અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની તૂટેલી અનેક બોટલો મળી આવી હતા જેના કારણે મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાતો હોવાની શંકા ઉદભવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો નિકળ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં ફોર્ચ્યુનરમાં હલકી કક્ષાના દારૂની બોટલો હતી. જેમાં મેક ડોવેલ, વોડકાના ક્વોટર અને ગોડફાધર બીયર હતી. તેમજ દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાતમાં બિશ્નોઈ ગેંગ માથું ઉચકી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ગુજરાતના સિનિયર અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, અત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી બિશ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે. હાલ બિશ્નોઈ ગેંગ લોરેન્સ સાથે કનેક્ટ છે કે નહીં તેની તપાસ કરવામા આવી રહી છે.
લોરેન્સ સાથે બિશ્નોઈ ગેંગના કનેક્શનની તપાસ ચાલુ
મહત્વનું છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.તે છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ગોરખધંધા ચલાવે છે.ત્યારે બિશ્નોઈ ગેંગ સાથે લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન હોવાની શક્યતા છે. જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં દારુ સપ્લાય કરતી ગેંગ
ગુજરાતની વિનોદ સીંધી કંપની તૂટી જતા બહારની ગેંગ આવીને દારૂ સપ્લાય કરે છે. અત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી બિશ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે.જેમાં રાજસ્થાન ભરતપુર પાસેથી બિશ્નોઈ ગેંગ અને હરિયાણાના કેટલાક ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા જાતે જ આવે છે. જો કે આ પ્રકારની પ્રવૃત્તિના કારણે આગામી સમયમાં ગેંગવોર થવાની શક્યતા પણ છે.
આ પણ વાંચો : Parliament Session2024: લોકસભામાં વિપક્ષનો હોબાળો, NEET મુદ્દે લોકસભામાંથી વિપક્ષનું વોકઆઉટ