Ahmedabad : ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનામાં (Forest Guard Exam) થયેલા ગોટાળા મુદ્દે છેલ્લા ઘણા દિવસથી યુવાનો ગાંધીનગર (Gandhinagar) ખાતે આંદોલન (Protest) ચલાવી રહ્યા છે ઉગ્ર વિરોધ કર્યા બાદ સરકારે (Government) ઉમેદવારોની એક માંગ સ્વીકારીને કુલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જો કે ઉમેદવારોની મુખ્ય માંગ તો તે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ જ નાબુદ કરવામાં આવે. તેથી ગૌણ સેવાની (GSSSB) જાહેરાત બાદ પણ ઉમેદવારોનું આદોલન હજુ પણ યથાવત છે. ત્યારે આ મામલે આમ આદમી (AAP) પણ ફોરેસ્ટના ઉમદેવારોના સમર્થનમાં આવી છે જે અંતર્ગત ઉમેદવારોની માંગ સાથે આપ પાર્ટીએ અમદાવાદમાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
આપ પાર્ટીનું અમદાવાદમાં રસ્તો રોકો આંદોલન
પ્રાપ્ત જાણકારી મુજબ ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારોના સમર્થનમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન પોલીસે આપ પાર્ટીના કાર્યકરોને અટકાવ્યા હતા અને પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીની અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

ગૌણ સેવાની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત
તમને જણાવી દઈએ કે, ગૌણ સેવા દ્વારા જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરિટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્ક્સની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગૌણ સેવાની આ જાહેરાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે,25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરવામા આવી છે પરંતુ અમારી મુખ્ય માંગણી હજુ પણ CBRT રદ કરો યથાવત.જો ગૌણસેવા પાક સાફ હોઈ તો બધાનાં માર્કસની PDF જાહેર કરે.બધા માર્કની આશા રાખી રહ્યા છે બાકી આગળ મહાગુજરાત માટે તૈયાર રહે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ buddhadeb bhattacharjeeનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ