Ahemedabad:500 ની નોટ પર ગાંધીની જગ્યાએ અનુપમ ખેર! જાણો કેવી રીતે ગઠિયાએ નકલી નોટ પધરાવી વેપારીને કરોડોનો ચૂનો લગાવ્યો

September 30, 2024

Ahemedabad Fake Currency: ગુજરાતમાં છેતરપિંડીના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાંથી (Ahemedabad) છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક છેતરપિંડી કરનારે એક બિઝનેસમેન સાથે કરોડોની છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરનારે વેપારીને નકલી નોટોના બંડલ આપ્યા, જેના પર મહાત્મા ગાંધીની નહીં પણ અભિનેતા અનુપમ ખેરની (Anupam Kher)  તસવીર છપાયેલી હતી. છેતરપિંડી કરનારે એક બિઝનેસમેનને અનુપમ ખેરની તસ્વીર સાથે છપાયેલી ચલણી નોટો આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ખુદ અનુપમ ખેરે એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

અમદાવાદ પોલીસે આશરે રૂ. 1 કરોડ 60 લાખની કિંમતની નોટો કરી જપ્ત

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચલણી નોટોનું બંડલ જોવા મળે છે અને નોટો પર મહાત્મા ગાંધીના ફોટોની જગ્યાએ બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરનો ફોટો જોવા મળે છે. અમદાવાદ પોલીસે આશરે રૂ. 1 કરોડ 60 લાખની કિંમતની આવી નોટો જપ્ત કરી છે. આ નોટોનો આકાર, રંગ અસલ નોટો જેવો જ છે. પરંતુ સ્પષ્ટ છે કે આ નકલી નોટો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પહેલી નજરે કોઈને પણ લાગશે કે આ નોટ અસલી છે. પણ એવું નથી. નોટની ડિઝાઈન બિલકુલ પાંચસો રૂપિયાની નોટ જેવી છે. પરંતુ નોટો પરનો ફોટો અલગ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ નોટ અસલી નથી. આ સિવાય નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની જગ્યાએ ‘Resol Bank of India’ લખેલું છે.

વેપારી સાથે કેવી રીતે થઈ છેતરપિંડી ?

અમદાવાદના એક બુલિયન વેપારી સાથે એક અજાણ્યા સખ્શે 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો હતો જેથી સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું નક્કી થતા ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા.આરોપીઓએ આ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને રૂ. 1.30 કરોડની નોટો આપી હતી અને બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહીને ભાગી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ વેપારીને થઈ ત્યારે તેમણે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અનુપમ ખેરે આપી આ પ્રતિક્રિયા

આ સમાચાર સામે આવ્યા બાદ અનુપમ ખેરે એક પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘ પાંચસો રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો???? કંઈપણ થઈ શકે છે’! આ સાથે અભિનેતાએ આશ્ચર્યજનક ઇમોજીસ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

આ પણ વાંચો : Ahmedabad: ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ઘાતક હથિયારો સાથે ધસી આવી મચાવ્યો આતંક

Read More

Trending Video