Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ, જામનગર કોંગ્રેસના વધુ એક નેતાએ છોડ્યો પક્ષ

March 5, 2024

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) નું કાઉન્ટડાઉન શરુ થયું ગયું છે. અને હવે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે અત્યારે સૌથી વધારે કોંગ્રેસને માર પડી રહ્યો છે. કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપ (BJP) માં જોડાઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના જાણીતા નામ એવા અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. અને ભાજપમાં આજે તેઓ જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા જામનગર (Jamnagar)ના આહીર સમાજ અગ્રણી મુળુભાઈ કંડોરીયા (Mulu Kandoriya) એ પણ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે.

જામનગર અને દ્વારકાના આહીર અગ્રણી મુળુભાઈ કંડોરીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. જેઓ ગત લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચુક્યા છે. અને સાથે જ તેઓ પહેલા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુક્યા છે. ત્યારે હવે કોંગ્રેસને આ મુદ્દે ખુબ મોટો ઝટકો લાગવાનો છે. સાથે જ દિગ્ગજ નેતાઓના પક્ષ પલટાને લીધે કોંગ્રેસની નાવડી ડૂબતા કોઈ અટકાવી શકશે નહિ.

આ તરફ મુળુભાઈ કંડોરીયાએ કેસરિયા કરી લીધા છે જેનોઇ સીધો ફાયદો જામનગર અને દ્વારકામાં પૂનમબેન માડમને થવાનો છે . તેથી હજુ કોંગ્રેસમાં કેટલા રાજીનામાઓ પડવાના છે અને ભાજપમાં કેટલી ભરતી થવાની છે તે જોવાનું રહ્યું. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે.

આ પણ વાંચોLoksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્યા કેસરિયા

Read More

Trending Video