કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) આજે જામનગરના (Jamnagar) પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં હાપા માર્કેટયાર્ડમાં (Hapa Marketyard) તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે નિવેદન આપ્યું હતુ કે, ‘હમાસ જેમ મિસાઈલ છોડે એ મિસાઈલ ઇઝરાયલ પાડી દયે છે એમ મારી પર હુમલાઓ થાય છે..પણ હું પાડી દઉં છું’.
કૃષિ મંત્રીનું નિવેદન
પ્રાકૃતિક ખેતીને (Farming) પ્રોત્સાહન મળે તે માટે શિબિર યોજાઈ હતી જેમાં રાઘવજી પટેલે કહ્યું કે, ‘ મુદઇ લાખ બુરા ચાહે તો કયા હોતા હે, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ’ તમારા બધાની દુઓને લીધે હુ છું, હાલ હમાસ જેમ ઈઝરાયલ પર હુમલો કરે છે પરંતુ તેમની મિસાઈલ આકાશમાં અધવચ્ચે જ પાડી દેવમાં આવે છે કેમકે તેમને લાખો લોકોનો વિશ્વાસ અને પ્રેમ છે ‘જેમ ઇઝરાયલ હમાસની મિસાઈલ તેની ડોમ સિસ્ટમ રોકે તેમ મારા પર દુસમનો હુમલા કરે છે પણ ઈશ્વર રોકી લ્યે છે…’ તમારા બધાના પ્રેમને લીધે હું છું.
રાજકારણમાં ગરમાવો
જાહેર મંચ પરથી રાઘવજી પટેલના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને તેઓ કોની સાથેની દુશ્મનીની વાત કરી રહ્યા છે. પક્ષ અંદરની લડાઈ કે વિરોધીઓ સાથે ટશનને લઈને તેમણે આ નિવેદન કોને ટાર્ગેટ કરીને આપ્યું તેની હાલ ચર્ચા જાગી છે.
રાઘવજી પટેલે આપ્યો ખુલાસો
રાઘવજી પટેલે તેમના આ નિવેદન અંગે ખુલાસો આપ્યા હતો તેમણે કહ્યુ હતુ કે, મેં ખાલી દાખલો આપ્યો, મજબૂત નેતૃત્વ હોય તો સલામતીને ફાયદો થાય, આ જનરલ વાત છે..રાજકારણમાં (Politics) અમારા હરીફ હોય, એના કાવાદાવા ચાલુ હોય, એ કાવાદાવા સામે ઈશ્વર મારુ રક્ષણ કરે છે..જેમ ઇઝરાયલ રોકેટ પાડી દયે છે એમ’