Agniveer Scheme : અગ્નિવીર યોજના બંધ થવી જોઈએ,આ યોજના યોગ્ય નથી” : શહીદ કેપ્ટન અંશુમન સિંહની માતા

July 9, 2024

Agniveer Scheme : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (RahulGandhi) આજે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રવાસે છે. જ્યાં તેઓ શહીદ કેપ્ટન અંશુમન સિંહના (Captain Anshuman Singh) પરિવારજનોને મળ્યા હતા. બેઠક બાદ અંશુમન સિંહની માતા મંજુ દેવીએ (Manju devi) મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દેશમાં અગ્નિવીર યોજના (Agniveer yojana) બંધ થવી જોઈએ. તેમણે કહ્યુ કે, તેઓ હાથ જોડીને સરકારને અગ્નિવીર યોજના બંધ કરવા વિનંતી કરશે. 4 વર્ષની અગ્નિવીર યોજના સારી નથી. સૈનિકોને પેન્શન, કેન્ટીન અને અન્ય સુવિધાઓ મળવી જોઈએ.

રાહુલ ગાંધીને મળ્યા બાદ શહીદ કેપ્ટન અંશુમન સિંહની માતાનું મોટું નિવેદન

રાહુલ ગાંધી મંગળવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના પ્રવાસે હતા. શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પિતા રવિ પ્રતાપ સિંહ અને તેમની માતા મંજુ સિંહ કોંગ્રેસ નેતાને મળવા અહીં પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા બાદ કેપ્ટન અંશુમન સિંહની માતા મંજુ સિંહે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, ‘અમે ભારતીય સેના અને અગ્નિવીર યોજના વિશે વાત કરી. તે સકારાત્મક બેઠક હતી. દેશમાં બે પ્રકારની સેના ન હોવી જોઈએ. અગ્નવીર યોજના વિચારવી જોઈએ. હું સરકારને અપીલ કરું છું કે આ યોજનામાં ફેરફાર વિશે વિચારે. સરકારે રાહુલ ગાંધીનો અવાજ પણ સાંભળવો જોઈએ. સૈનિક બનવા માટે ખૂબ જ મજબૂત બનવું પડે છે અને માત્ર ચાર વર્ષમાં અહીં બધું સમાપ્ત થઈ જશે. તેથી આ યોજના બંધ કરવી જોઈએ.

શહીદ કેપ્ટન અંશુમન સિંહને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી કેપ્ટન અંશુમન સિંહ 2 જુલાઈ 2023 ના રોજ સિયાચીન આગમાં અસાધારણ બહાદુરી બતાવીને ઘણા લોકોના જીવ બચાવતા શહીદ થયા હતા. ત્યારે શહીદ કેપ્ટન અંશુમન સિંહને 3 દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આર્મી મેડિકલ કોર્પ્સમાં પોસ્ટેડ હતા. શહીદની પત્ની સ્મૃતિ સિંહ અને માતા મંજુ સિંહે રાષ્ટ્રપતિ પાસેથી કીર્તિ ચક્ર સન્માન સ્વીકાર્યું હતું.

રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાનો કર્યો હતો વિરોધ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ અન્ય પાર્ટીઓ અગ્નિવીર યોજનાનો સતત વિરોધ કરી રહી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ વિપક્ષોએ તેમના પ્રચાર દરમિયાન આ મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના પ્રથમ સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે ત્યારે અમે અગ્નિવીર યોજનાને ખતમ કરીશું અને સેનામાં જૂની ભરતી પ્રણાલીને લાગુ કરીશું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકાર અગ્નિવીરને ‘મજૂર વાપરો અને ફેંકો’ માને છે અને તેમને ‘શહીદ’નો દરજ્જો પણ નથી આપતી. તેમણે અગ્નિવીરોને કાયમી સૈનિકોની જેમ વળતર અને પેન્શન ન મળવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, સેનાએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ફરજ પરના મૃત્યુના કિસ્સામાં, અગ્નિવીરોને 1 કરોડ રૂપિયાથી વધુનું વળતર મળે છે.

જાણો અગ્નિપથ યોજના વિશે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, 17 વર્ષ​​થી 21 વર્ષની વયજૂથના યુવાનો કે જેઓ ભારતીય સેના (આર્મી, એરફોર્સ, નેવી)માં જોડાવા માંગે છે તેમને ચાર વર્ષ સુધી સેવા કરવાની તક મળે છે. આવા સૈનિકોને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. ત્રણેય સૈન્યમાં ભરતી થયેલા તમામ અગ્નિવીરમાંથી 25 ટકાને 15 વર્ષ માટે જાળવી રાખવામાં આવે છે. જાળવી રાખવા માટે, અગ્નિવીર સૈનિકોએ આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી પડે છે, જેમાં લેખિત, શારીરિક અને તબીબી ત્રણેય પ્રકારની કસોટીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Gujarat Politics : કોળી સમાજ બાદ હવે ઠાકોર સમાજ મેદાને, ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે PM MODI ને લખ્યો પત્ર

Read More

Trending Video