ગુજરાત સરકારના મંત્રીમંડળ અને ભાજપના (BJP) સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) વડાપ્રધાન મોદી (Narendra Modi) સાથે મુલાકાત કર્યાં બાદ આ ચર્ચા તેજ થઈ છે. ગત 6 ઓક્ટોબરને શુક્રવારે સાંજે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. દિલ્હીમાં (Delhi) વાઈબ્રન્ટ ગુજરાત સમિટના (Vibrant Gujarat Summit) કર્ટેન રેઈઝરમાં (Curtain raiser) હાજરી આપ્યા બાદ ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા.
સંગઠન
બંને નેતાઓની આ મુલાકાત બાદ ભાજપમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. વડાપ્રધાને મુખ્યમંત્રીને તેના મંત્રીમંડળમાં ફેરફાર કરવા આદેશ કર્યો છે અને ભાજપ સંગઠનમાં ધરમૂળમાંથી ફેરફાર આવી શકે છે અને ભાજપનું આખુ સંગઠન બદલાઈ શકે છે. જોકે લોકસભાની ચૂંટણી (Loksabha Elections 2024) સુધી ગુજરાત ભાજપની ધુરા પાટીલ પાસે જ રહેશે તેવા હાઈકમાન્ડના નિર્ણય છે ત્યારે દિવાળી આસપાસ ભાજપના અનેક હોદ્દાઓ પર નવા ચહેરા જોવા મળી શકે છે.
મંત્રીમંડળ
બીજી તરફ મંત્રીમંડળની વાત કરીએ તો હાલ સરકારમાં એક મંત્રીઓ પાસે ઘણા ખાતાઓ છે ત્યારે નવા લોકોનો સમાવેશ કરીને તેમને અલગથી ખાતુ ફાળવવામાં આવી શકે છે અથવા તો હાલના જે મંત્રીઓ છે તેને બદલી નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
લોકસભાની તૈયારી
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દિવાળી આસપાસ આ નિર્ણય લઈ લેવાશે કારણ કે દિવાળી પછી ભાજપનું સંપૂર્ણ ફોક્સ લોકસભાની ચૂંટણીઓ પર રહેવાનું છે. ગુજરાતમાં 26 માંથી 26 સીટો જીતવાના ભાજપ પ્રદેશ પ્રમુખના દાવાને સાચો કરવા માટે ભાજપ સંગઠન કામે લાગી જવાનું છે કારણ કે Loksabha Election 2024 ને લઈ ગુજરાત ભાજપ (Gujarat BJP) પ્રદેશ પ્રમુખે મોટી આગાહી કરી હતી. રાજકોટમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, લોકસભામાં (Loksabnha 2024) ગુજરાતની (Gujarat) તમામ બેઠકો પર ભાજપની (BJP) જીત થશે. તેમણે 5 લાખથી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો છે. ચૂંટણીમાં (Elections) મહિલાઓ (Women) અને યુવાઓને (Youth) તક અપાશે.
પાટિલનું સુચક નિવેદન
સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે, મેં તો કહ્યું હતું 182 સીટ જીતવાની છે અને તમે 156 પર અટકી ગયા મને ખુબ અફસોસ છે અને તેથી હું હાર નથી પહેરતો મેં નક્કી કર્યું હતું કે 182 નહી જીતીશ તે દિવસે હાર પહેરીશે. હું અધ્યક્ષ હોઉં કે ના હોઉં 182 જીતવાની છે. તેમના આ નિવેદન બાદ સંગઠનમાં ફેરફારની ચર્ચા તેજ થઈ હતી.