Vijay Suvada: છેલ્લા કેટલાક દિવસોથી લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા (Vijay Suvada) વિવાદમાં આવ્યા હતા. વિજય સુવાળા સામે અમદાવાદના (Ahmedabad) ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police stational) ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી દિનેશ દેસાઈએ (Dinesh Desai) વિજય સુવાળા તેના ભાઈ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, 30થી વધુ લોકોના ટોળા સામે હુમલાનો પ્રયાસ, ધમકી પણ આપી હતી. આ ઘટનાને સીસીટીવી પણ સામે આવ્યા હતી ત્યારે વિજય સુવાળાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા આ સાથે દિનેશ દેસાઈ પણ સમાજની છોકરીઓને હેરાન કરવાનો અને ખંડણી માંગવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વિવાદ વધતા અને વિજય સુવાળા મુશ્કેલીમાં મુકાતા આખરે તેમણે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતુ જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી ત્યારે ધરપકડ બાદ વિજય સુવાળાની સાન ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે. વિજય સુવાળાએ વીડિયો જાહેર કરીને આ અંગે દિનેશ દેસાઈની માફી માંગી છે અને તેમણે ખોટા આક્ષેપ કર્યા હોવાનું સ્વીકાર્યું છે.
ધકપકડ બાદ વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માફી માંગી
વિડિયોમાં વિજય સુંવાળાએ કહ્યું કે, જાહેર મંચના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી અમારા સમાજના દિનેશભાઈ (અડીસણાનુપરુ) સાથે ચાલતા વિવાદમાં જે મેં તેમના પર જે આક્ષેપો કે નિવેદનો આપ્યા હતા તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા. દિનેશભાઈ આ બાબતે સંપૂર્ણ સાચા છે મેં જે પણ આક્ષેપો કર્યા હતા તે તમામ આક્ષેપો મેં આવેશમાં આવી મારી જીભ લથળી જતા કર્યા હતા. આ બાબતે હું દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગુ છુ. આ બાબતે અમારે સામાજીક આગેવાનોની મધ્યસ્થી દ્વારા સમાધાન થઈ ગયેલ છે જેથી સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ આ તમામ ઝગડાનો અંત લાવવા સૌને નમ્ર વિનંતી.
Vijay Suvada ની ધરપકડ બાદ દિનેશ દેસાઇ પર કરેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા ગણાવી માંગી માફી#Vijaysuvada #Bjp #viralreels #yuvrajsuvada #Dineshdesai #vijaysuvadavivad #nirbhaynews pic.twitter.com/WjWKQAIx8t
— Nirbhaynews (@nirbhaynews1) August 29, 2024
ગુંડાગીરી કરતા ભાજપના નેતા વિજય સુવાળાની હવા નિકળી ગઈ !
ગુંડાગીરી કરતા ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાળા જેલની હવા ખાધા બાદ વિજય સુવાળાની હવા નિકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે પહેલા દિનેશ દેસાઈ પર આક્ષેપ કર્યા હતા તે અંગે માફી માંગી સમાધાન કરવાનું કહ્યું છે.