Mathura : બાંકે બિહારીને ભેળસેળવાળો પ્રસાદ તો નથી અપાઈ રહ્યો? મથુરામાં 15 દુકાનોમાંથી 43 સેમ્પલ લેવાયા

September 24, 2024

Mathura : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના ( Tirupati Balaji temple ) પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ દેશભરના મંદિરોમાં મળતા પ્રસાદને લઈને શંકા ઉભી થઈ છે ત્યારે યુપીના મથુરામાં પણ પ્રસાદને  લઈને  ખળભળાટ મચી ગયો છે.જેથી સરકારના આદેશ પર, મથુરામાં ભગવાન કૃષ્ણ (ઠાકુરજી) ને ચઢાવવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને  સવાલો ઉઠતા ખાદ્ય અને ઔષધ પ્રશાસન વિભાગ એકશનમાં આવ્યું હતુ અને  સોમવારે મથુરા અને વૃંદાવનના ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ મીઠાઈઓની 15 દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના 43 નમૂના લેવામાં આવ્યા હતા.

મથુરામાં 15 દુકાનોમાંથી 43 સેમ્પલ લેવાયા

આ  સેમ્પલમાંથી પેડાના નમૂનાનો ઉપયોગ ભેળસેળની શંકાના આધારે વિગતવાર તપાસ માટે લખનૌની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે સોમવારે મથુરા અને વૃંદાવનમાં અનેક સ્થળોએ હાથ ધરવામાં આવેલા સેમ્પલિંગ અભિયાનમાં 15 વિક્રેતાઓ પાસેથી કુલ 43 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ, પનીર, પેડા, બરફી, મિલ્ક કેક, રસગુલ્લા, ઈમરાતી, સોનપાપડી, અન્ય મીઠાઈઓ અને મસાલા વગેરેમાંથી બનેલી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

 તપાસમાં શું સામે આવ્યું ?

તેમણે જણાવ્યું કે આજે પણ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળની સામે આવેલી બજારની દુકાનો અને નવા બસ સ્ટેન્ડની આસપાસની દુકાનો અને વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર તરફ જતા રસ્તા પર વિદ્યાપીઠ ચોકની આસપાસની દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં તેની તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમાંથી 42 નમૂના ધોરણો મુજબ હોવાનું જણાયું હતું, પરંતુ પેડાના એક નમૂનાના ધોરણો અંગે શંકાને કારણે, તેને એડવાન્સ ટેસ્ટિંગ માટે લખનૌની ઉચ્ચ ક્ષમતાની રાજ્ય સરકારની પ્રયોગશાળામાં મોકલવામાં આવી છે.

કઈ કઈ જગ્યાએથી સેમ્પલ લેવાયા ?

એક પ્રશ્નના જવાબમાં સિંહે કહ્યું કે રવિવાર અને સોમવારે એકત્રિત કરવામાં આવેલા તમામ નમૂના મંદિરોમાંથી નહીં પરંતુ તેમની આસપાસની દુકાનોમાંથી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વપરાતી પ્રસાદ સામગ્રીના સેમ્પલ સીધા ન લેવાતા હોવાથી તેમને આ મામલે કાયદેસર મુક્તિ આપવામાં આવી છે.

તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામા આવી કાર્યવાહી

મથુરાના તમામ ધાર્મિક સ્થળોની વ્યવસ્થાપન સંસ્થાઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSI) પાસેથી પ્રમાણપત્રો લઈ લીધા છે. આ માટે, તેઓએ દર છ મહિને એફએસએસઆઈ દ્વારા પોતાની જાતની તપાસ કરાવવી પડશે. તેમણે કહ્યું કે મથુરામાં આ કાર્યવાહી કોઈ ફરિયાદના આધારે કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં તહેવારોના અવસર પર પ્રસાદ અને અન્ય ખાદ્યપદાર્થોનો વધુ પડતો ઉપયોગ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  છત્તીસગઢમાં આકાશી આફત વરસી ! વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોનાં મોત

Read More

Trending Video