Geniben Thakor : રાજ્યમાં શિક્ષણજગતને શર્મસાર કરતી બે ઘટનાઓ સામે આવી હતી જેમાં ત્યારે બોટાદમા (Botad) એક શિક્ષકે (teacher) વિધાર્થીની (students) સાથે શારીરિક અડપલા કર્યા હતા જ્યારે દાહોદમાં (dahod) 6 વર્ષની વિદ્યાર્થીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી ત્યારે આ બંન્ને ઘટના મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબને ઠાકોરનું (Ganiben Thakor) નિવેદન સામે આવ્યું છે.
રાજ્યમાં શિક્ષણજગને શર્મસાર કરતી ઘટના
પહેલી ઘટનામાં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-1ની બાળકીની આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ બુમાબુમ કરી મુકતા આચાર્યએ ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી. જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે શંકર પરા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદ કુમાર જાની એ તેની શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને ત્યારબાદ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી.આ બંન્ને ઘટનાના આરોપીઓ હાલ પોલીસ પકડમાં છે
વિદ્યાર્થીનીઓ સાથે બનેલી ઘટનાને સાંસદ ગેનીબેને વખોડી કાઢી
ગેનીબેનને કહ્યુ કે, વાલીઓ બાળકો કરતા વધારો શિક્ષકો પર ભરોસો રાખે છે તેમ કહી સાંસદ ગેનીબેન ઠાકોરએ આ બંન્ને ઘટનાઓને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં સરકારે પગલા લીધા નથી.આ સાથે ગેનીબેન ઠાકોરએ રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈ કમિટી બનાવવાની માંગ કરી છે. જેમાં ગેનીબેને નિવૃત જજ, મહિલા પોલીસ અધિકારી, મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરી છે. તેમજ શહેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો : Oscar 2025 : કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર 2025 સુધી પહોંચી, આ ફિલ્મો પાછળ છોડી ઓસ્કારમાં