ચૂંટણીમાં ભુંડી હાર બાદ કોંગ્રેસ પરિવર્તન તરફ ! ગુજરાત સહિત 6 રાજ્યોના સંગઠન માળખામાં કર્યા મોટા ફેરફાર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂક

February 21, 2025

Gujarat Congress: દિલ્હીમાં (Delhi) તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body elections) પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ ( Congress) પાર્ટી એક્શનમાં આવી છે અને સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે આ માટે કોંગ્રેસે સંગઠમાં મોટા ફેરફારો કરવાના શરુ કર્યા છે.જેમાં કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફાર કર્યા છે કોંગ્રેસ અનેક રાજ્ય અને કેન્દ્રમાં પ્રદેશ મહિલાઓ મોર્ચા માટે અધ્યક્ષની જાહેરાત કરી છે. જેમાં ગીતા પટેલને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂક

મળતી માહિતી મુજબ ગીતાબેન પટેલને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ જવાબદારી સોંપતા ગીતા પટેલે કોંગ્રેસનો આભાર માન્યો છ્. અને પક્ષના આગેવાનો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદાર બહેનોના સાથ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કર્યો છે.

જેનીબેન ઠુમ્મરે શું આપી પ્રતિક્રિયા ?

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર હતા અને હવે તેમના સ્થાને ગીતા પટેલની નિમણુક કરવામા આવી છે. ત્યારે આ અંગે જેનીબેન ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ ગીતાબેન પટેલને શુભકામનાઓ પાઠવી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેમને અધ્યક્ષ બનવાની તક બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો. પક્ષના આગેવાનો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદાર બહેનોના સાથ સહકાર બદલ જેનીબેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : શું ટ્રમ્પ Ukraineના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે 6 વર્ષ જૂની દુશ્મનીનો બદલો લઈ રહ્યા છે?

Read More

Trending Video