Video : શ્વાનના ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચો, 3 વર્ષમાં આટલા લોકોને કુતરા કરડ્યા

વાઘ બકરી ગૃપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું મોત બાદ રખડતા શ્વાનનો મુદ્દો છેડાયો

October 23, 2023

Wagh Bakri’s Parag Desai passes away : વાઘ બકરી (Wagh Bakri) ગૃપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું (Parag Desai) રખડતા શ્વાનના (Stray Dogs) કારણે મોત થયું તેને લઈને હવે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં રખડતા શ્વાનનો મુદ્દો છેડાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) કરોડોના ખર્ચાઓ છતાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત્ છે. આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) સરકારી આંકડા રજૂ કરી સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું હતુ.

શ્વાનની સંખ્યા

અમદાવાદ શહેરમાં જુન-2019 માં હ્યુમન સોસાયટી દ્વારા કરાયેલ સર્વે મુજબ આશરે શ્વાનની સંખ્યા 2.20 લાખ હતી. આજે અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા 3.75 લાખ જેટલી થઇ છે. અમદાવાદ મનપા દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટેનો આપેલ કોન્ટ્રાક્ટ મુજબ શ્વાનને પકડી તેનું ખસીકરણ કરી અન્ય જગ્યાએ છોડી મુકવાના હાલ પ્રતિ શ્વાન દીઠ રૂ. 976.50 ચૂકવવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણનો ખર્ચ

  • 2020-21 – 2.30 કરોડ
  • 2021-22 – 2.56 કરોડ
  • 2022-23 – 4.50 કરોડ

શ્વાનનો ત્રાસ

કરોડોના ખર્ચાઓ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસના અનેક બનાવ્યો સામે આવ્યા છે. અમદાવાદ મનપાની (AMC) કચેરીમાં જ રખડતા શ્વાનનો અડ્ડો જામેલો હોય છે. સરખેજ વોર્ડના ફતેહવાડી વિસ્તારમાં 11 વર્ષની નાની ઉંમરના બાળકને એક સાથે અનેક શ્વાનોએ તેના શરીરે અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કર્યાં જેવો ગંભીર બનાવો પણ સામે આવ્યા છે ત્યારે હવે શ્વાનના ત્રાસ બાબતે પણ નગરજનોને સાવચેત રહેવાની ફરજ પડી છે.

શ્વાન કરડવાના કેસ

અમદાવાદમાં સરેરાશ દરરોજના 200 જેટલા કેસો શ્વાન (Dogs) કરડવાના બને છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ 2020 માં 52,318 કેસો, વર્ષ 2021 માં 51,812 કેસો અને વર્ષ 2022 માં 59,513 કેસો મળી કુલ 1,63,643 કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે. આ બાબતે વારંવાર કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત છતાં આજદિન આજદિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી. અમદાવાદ શહેરને શ્વાને બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. આ સમસ્યા આખા અમદાવાદ શહેરમાં છે.

Read More

Trending Video

   
         
                 
સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, તમને મળશે ગજબના ફાયદા સોનાક્ષીએ પતિ ઝહીર ઈકબાલ સાથે કરી પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી, જુઓ Photos સુરતના વેપારીએ હીરા પર બનાવી ટ્રમ્પની પ્રતિકૃતિ, જુઓ Video સુંદરતામાં આ મહિલા IAS ઓફિસર બોલિવૂડની હિરોઈનોને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો સીઆર પાટીલે જય શાહને સ્ટેડિયમાં શું કહ્યું? જુઓ તસવીરો