હડતાળની ચીમકી બાદ સરકારે કર્મચારીઓને કોણીએ ગોળ ચોપડ્યો ! PM Modi ના ગુજરાત પ્રવાસ બાદ માંગ પર વિચારણા કરવાની આપી લોલીપોપ

September 14, 2024

Gujarat News: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ (Gujarat State Employees Federation) દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માંગણીઓને લઈ પેનડાઉન આંદોલનની (Pandown movement) જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર  (Gujarat Government) સમક્ષ સરકારી કર્મચારીઓના (Government employees) પડતર પ્રશ્નો અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં તેનું કોઇ નિરાકરણ ન આવતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં હતા. કર્મચારીઓ પીએમ મોદીની (PM Modi) ગુજરાત મુલાકાત દરમિયાન તેમના જન્મદિવસ પર જ પેનડાઉન આંદોલનની જાહેરાત કરતા સરકારની ઉંઘ હરામ થઈ હતી ત્યારે હાલ પુરતુ આંદોલન સ્થગિત થાય અને પોતાનું નાક બચે તે માટે સરકાર દ્વારા કર્મચારી મંડળ સાથે બેઠક કરીને એક અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો છે. આમ કહી શકાય કે, સરકારે કર્મચારીઓને ફરી એક વાર કોણીએ ગોળ ચોપડીને મનાવી લેવાની કોશિશ કરી છે.

હડતાળની ચીમકી બાદ સરકારે કર્મચારીઓને કોણીએ ગોળ ચોપડ્યો !

આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે. મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ,કુબેર ડિંડોર અને રાજ્ય મંત્રી બચુ ખાબડ, પ્રફુલ્લ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.

PM Modi ના ગુજરાત પ્રવાસ બાદ માંગ પર વિચારણા કરવાની આપી બાહેધરી

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.17મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

 સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું ખરેખર સરકાર નિરાકરણ લાવશે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાતને લઈને સરકારમાં બેઠકોનો દોર શરુ થયો હતો . કારણ કે ગુજરાતમા અનેક એવા મુદ્દા છે જેમાં જો પીએમ મોદી જવાબ માગે તો સરકારી તંત્રને જવાબ આપતા ફાંફા પડી જાય તેમ છે. જેમાં સૌથી વધુ ચિંતા સરકારી કર્મચારી મહામંડળે જૂની પેન્શન યોજના અંગે 17 સપ્ટેમ્બરે ઉચ્ચારેલી ચીમકીને લઈને હતી. ત્યારે આ મામલે આખરે સરકારે કર્મચારીઓને લોલીપોપ આપીને આ પેનડાઉન આંદોલનને સ્થગિત કરી દીધું છે. પોતાનું નાક બચાવવા માટે કર્મચારીઓને પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત લાવવાનું આશ્વાસન આપ્યું છે પરંતુ ખરેખરમાં સરકાર કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે, પછી કર્મચારીઓને ફરી આંદોલનના માર્ગે ઉતરવું પડે છે તેતો સમય જ બતાવશે.

આ પણ વાંચો :  Kolkata Doctor Rape and murder Case: મમતા બેનર્જીનો ઈમોશનલ ડ્રામા, કહ્યું- “તમે વિરોધ કરી રહ્યા છો, મને ઊંઘ નથી આવતી, મને મારા પદની ચિંતા નથી…

Read More

Trending Video