કેજરીવાલજીના ગુજરાત આગમન બાદ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સમીકરણ બદલાયા: AAP

October 31, 2025

AAP News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ગુજરાત આગમન સાથે જ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોની રાજનીતિમાં મોટું સમીકરણ બદલાયું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આજે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે. દેવેન્દ્ર મેડાએ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતની જનતા માટેની લડતથી પ્રેરિત થઈને BTP છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. રાજકોટમાં યોજાયેલી ખાસ બેઠક દરમિયાન અરવિંદ કેજરીવાલજીના હાથે ખેસ પહેરીને દેવેન્દ્ર મેડાએ AAPમાં સત્તાવાર રીતે જોડાણ કર્યું હતું.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. દેવેન્દ્ર મેડાના જોડાણથી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને નવી તાકાત મળશે. હવે દેવેન્દ્ર મેડા આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકોની સેવા માટે નવી શરૂઆત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ બાદ દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પ્રવૃત્તિઓમાં નવી ચેતના જોવા મળી રહી છે. નવા આગેવાનોના જોડાણ સાથે AAPનું સંગઠન હવે વધુ મજબૂત બની રહ્યું છે અને આદિવાસી વિસ્તારોમાં ઈમાનદાર રાજકારણનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: CM Bhupendra Patel એકતાનગરમાં ભારત પર્વ-2025નો શનિવારે પ્રારંભ કરાવશે

Read More

Trending Video