Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election) નજીક આવી ગઈ છે અને હવે પક્ષ પલટાની મૌસમ ચાલી છે. અત્યારે સૌ કોઈ કોંગ્રેસ (Congress) ની ડૂબતી નાવડી છોડી અને ભાજપ (BJP) ના મોટા જહાજમાં જોડાવા નીકળ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના ટોચના નેતાઓ અંબરીશ ડેર (Ambrish Der), અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia) , અને મુળુભાઈ કંડોરીયા (Mulu Kandoria) ભાજપમાં જોડાયા હતા. જયારે આજે અમરેલીના રાજુલામાં અંબરીશ ડેરના ભાજપ પ્રવેશ બાદ કોંગ્રેસ તૂટતી દેખાય રહી છે. રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરાયુ અને જેમાં મોટી સંખ્યામાં રાજુલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા અંબરીશ ડેરના પક્ષ પલટા બાદ રાજુલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેર ભાજપના વખાણ કરતા થાકતા નથી.
આજે યોજાયેલ મહાસંમેલનમાં અંબરીશ ડેરે કહ્યું કે, “ભાજપમાં બોલવાની સ્વતંત્રતા નથી એ વાત ખોટી છે. મારા પર પાટીલ સાહેબને પ્રેમ છે એટલે જ આ બધું શક્ય છે. તેમને વધુમાં કહ્યું હતું કે પાર્ટી જે કામ આપશે તે કામ હું સારી રીતે કરીશ.” આ સાથે જ તેમણે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ મંચ પર આવકાર્યા હતા. અને કહ્યું કે, રાજુલામાં તમામ મહેમાનોનું સ્વાગત છે. અંબરીશ ડેરના બેબાક બોલ સાંભળતા એવું લાગે છે કે ખરેખર કોઈ મોટી લાલચ તેમને ભાજપમાં લઇ ગઈ છે. અંબરીશ ડેર રાજુલામાં સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ખીલી ઉઠ્યા હતા.
સાથે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરુ થયો છે અને સૌ કોઈ ગાડરિયા પ્રવાહની જેમ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે જે નેતાઓ ભાજપને ગાળો ભાંડતા એ અત્યારે ભાજપના વખાણ કરતા થાકતા નથી. એટલે કઈ મજબૂરીએ કે લાલચે નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Kinjal Dave : કિંજલ દવેને હજુ ‘ચાર-ચાર બંગડી’ વાળું ગીત ગાવા માટે જોવી પડશે રાહ, ગુજરાત હાઇકોર્ટે સ્ટેની મુદ્દત વધારી