ગોળી વાગ્યા બાદ ગોવિંદાની પહેલી પ્રતિક્રિયા આવી સામે, ધ્રૂજતાં સ્વરે બોલ્યા -ભૂલથી ગોળી ચાલી ગઈ, જાણો બીજુ શું કહ્યું

October 1, 2024

Govinda injured : બોલિવૂડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદા (Govinda) સાથે આજે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. અભિનેતાને તેની પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગી હતી . રિવોલ્વરનું લોક ખુલ્લું હતું જેના કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો. અભિનેતા તેની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ગોળી નીકળી અને તેના ઘૂંટણમાં વાગી. હાલમાં, અભિનેતાને નજીકની CRITI કેર હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે અભિનેતાએ પોતાનું નિવેદન પણ જાહેર કર્યું છે.

ગોળી વાગ્યા બાદ ગોવિંદાનો ઓડિયો વાયરલ

બોલિવૂડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદા સાથે આજે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. અભિનેતાને તેની પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગી હતી . રિવોલ્વરનું લોક ખુલ્લું હતું જેના કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો. અભિનેતા તેની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ગોળી નીકળી અને તેના ઘૂંટણમાં વાગી. હાલમાં, અભિનેતાને નજીકની CRITI કેર હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે અભિનેતાએ પોતાનું નિવેદન પણ જાહેર કર્યું છે.

હાલમાં અભિનેતાની કેવી છે તબિયત ?

આ ઓડિયો પરથી લાગી રહ્યું છે કે, ગોવિંદા અત્યારે ખૂબ જ પીડામાં છે. તેના અવાજમાં તેની પીડા સ્પષ્ટ દેખાય છે.તેણે આવા સમયે તેના માટે પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર માન્યો છે.ગોવિંદા તેની પુત્રી ટીના હોસ્પિટલમાં હાજર છે. હાલમાં ગોળી કાઢી લીધા બાદ તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે ગોવિંદાની બંદૂક પણ જપ્ત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, અભિનેતાની સારવાર અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગોવિંદાના મેનેજરે માહિતી આપી

એવું કહેવામાં આવ્યું હતું કે આ ગોળી બીજા કોઈએ ચલાવી ન હતી પરંતુ આકસ્મિક રીતે તેની લાઇસન્સવાળી બંદૂકથી વાગી હતી. બંદૂક અચાનક પડી જવાને કારણે તેમને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે ઘણું લોહી વહી ગયું હતું અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અભિનેતા સવારે ઘરેથી કોલકાતા જવા માટે નીકળી રહ્યો હતો. હાલમાં ગોવિંદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સર્જરી બાદ ગોળી કાઢી નાખવામાં આવી છે. આ અકસ્માત અંગે ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું હતું કે ગોવિંદ તેની લાયસન્સવાળી રિવોલ્વર કબાટમાં રાખી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી રિવોલ્વર પડી ગઈ અને ગોળી વાગી. જો કે, ડોક્ટરે ગોળી કાઢી નાખી છે અને હવે અભિનેતા ઠીક છે.

આ પણ વાંચો :  ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવવામાં નહીં આવે’: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Read More

Trending Video