Banaskantha: અમરેલીમા (Amreli) બગસરાના (Bagasara) મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાંથી ( Munjiasar Primary School) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ શાળામાં ધોરણ 7મા ભણતા એક છાત્રએ વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી ચેલેન્જ આપી હતી. જેના પગલે બાળકોએ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર બ્લેડ વડે કાપા માર્યા હતા. આ ઘટના સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે હવે બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નીશાન સામે આવ્યા છે.
અમરેલી બાદ હવે બનાસકાંઠામાં પણ બાળકોએ ચેલેન્જ આપી બ્લેડના ઘા માર્યા
મળતી માહિતી મુજબ ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા હતા. આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ હતી.જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મૂજબ અધિકારીઓ પહોંચી તપાસ કરી હતી. આ અંગે ટીપીઓએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર માર્યા કાપા છે. ત્યારે વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમવવી , હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જેવી સૂચના અપાઇ છે.
આ પણ વાંચો : સાઈબર ગઠિયાઓએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, પોલીસમાં નોંધાઈ ફરિયાદ