ADR Report : દેશમાં જયારે પણ ચૂંટણીઓ યોજાઈ છે તે પહેલા દરેક ઉમેદવારે એક સોગંદનામું ભરવાનું હોય છે. આ સોગંદનામામાં એક તેમની સંપત્તિ સહીત ગુનાઓ દાખલ હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે હવે જ્યારથી દેશમાં મહિલાઓ સામેના અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે એક એવો સર્વે બહાર આવ્યો છે કે દેશના ક્યા રાજ્યના સાંસદ અને ધારાસભ્ય સામે મહિલા અત્યાચારના ગુનાઓ દાખલ થયેલ છે. ત્યારે ગુજરાતના પણ ધારાસભ્યોનું નામ આ લિસ્ટમાં છે.
ADR અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા હાલના 3938 ધારાસભ્યો અને 755 સાંસદ સભ્યોના (28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો) સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓ ધરાવતા સાંસદ અને ધારાસભ્ય કેટલા છે તે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ભાજપના 44 ધારાસભ્યો અને 10 MP એટલે કે 54 નેતાઓ સામે ગુનાઓ નોંધાયા છે. જે બાદ કોંગ્રેસના 23 ધારાસભ્યો અને 01 MP એમ કુલ 24 નેતાઓ સામે મહિલા અત્યાચારનો ગુનો દાખલ થયેલ છે.
755 MP અને 3938 MLA માંથી 135 MLA અને 16 MP, આમ કુલ 151 ની સામે મહિલા ઉપરના અત્યાચરના ગુનાઓ દાખલ છે. તેમાં બળાત્કાર, અપહરણ, લગ્નમાટે બળજબરી કરવી, શરરિક, માનસિક અત્યાચાર, જાતિય શોષણના હેતુથી સગીરાની ખરીદી તસ્કરી વગેરે પ્રકારના ગુનાઓ દાખલ છે.
ગુજરાતના 4 MLA (જેઠાભાઈ ભરવાડ- શહેરા , જનકભાઈ તલાવિયા – લાઠી , જિગ્નેશ મેવાણી – વડગામ અને કિરીટકુમાર પટેલ – પાટણ )ની સામે મહિલાઓ ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ દાખલ થયેલા છે. તેમના 1 બળાત્કારનો ગુનો છે.