Adani SEZ : થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટે અદાણી SEZ (સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન)ને ગૌચરની જમીન ગામને પછી આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે અદાણી SEZને રાહત આપી છે. અને હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવવામાં આવ્યો છે. 2005માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે અદાણી SEZ (Adani SEZ) ને આપવામાં આવેલી 22 માંથી 17 ગામોની ગૌચર જમીન મફતના ભાવે આપી દેવામાં આવી હતી. 2,600 એકર ગૌચરની જમીન અદાણી SEZ (Adani SEZ)ને આપી દેવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો ?
આ ગૌચરની જમીન મામલે જે પ્રમાણે ખેડૂતોને જાણ થતી ગઈ તેમ તેમણે આ બાબતે અદાણી SEZને આપેલી જમીનમાંથી મુન્દ્રામાં આવતી નવીનાળ ગ્રામપંચાયતે હાઇકોર્ટમાં 2011માં આ ગૌચરને આપતો ઠરાવને ચેલેન્જ કર્યો. તેમણે એવું કહ્યું કે તમે અમને 231 એકર જમીન તમારી પાસે રાખો છો અને ગામને માત્ર 40 એકર જ જમીન આપો છો ? અમારા ગામના ઢોર ક્યાં જશે ? 2013માં નરેન્દ્ર મોદીની ગુજરાતની સરકારે એવો ઠરાવ કર્યો કે 231 જમીન લીધી પરંતુ 1300 એકર જમીન પછી કરી છે. ત્યારબાદ 2014 માં ગુજરાતની મોદી સરકારે એવું કહ્યું કે અમારી પાસે તો 1300 એકર જમીન છે જ નહિ માત્ર 8 એકર જમીન જ છે તો અમે અમારો ઠરાવ પાછો લઈએ છીએ. ત્યારબાદ આ મામલે હાઇકોર્ટે રીવ્યુ માટે મેટર બાકી રાખી.
આ મામલે હાઇકોર્ટે શું કહ્યું હતું ?
હવે ત્યારબાદ 2024માં આ મામલે જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ કુમારની ખંડપીઠે આ મામલે નિર્ણય આપ્યો અને કહ્યું કે આ મામલે હાઇકોર્ટે કહ્યું કે ગૌચરની જમીન ગામની હોય અને સરકારનો તેના પર કોઈ અધિકાર ન હોય. અને તમે તો આ જમીન વેચી નાખી. ત્યારે સરકારે ગામથી 7 કિમિ દૂર જમીન આપી ત્યારે ગામ લોકોએ કહ્યું કે ઢોર શું 7 કિમિ દૂર જશે ચરવા માટે ? વચ્ચે તો અદાણીના સીમાડા પણ નડે છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો અને કહ્યું કે, “કાયદો એ રાજાનો પણ રાજા છે. કાયદાથી ઉપર કોઈ નથી. કાયદો જ સામાન્ય માણસને મોટામાં મોટા માણસની સામે ઉભવાની તાકાત આપે છે. ત્યારે સરકારને કહ્યું કે અદાણી SEZ ને આપેલી જમીનમાંથી 231 એકર જમીન નવીના ગામને પછી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે ઉમેર્યું કે હવે આ મામલે માત્ર કાગળ પર ચુકાદો ન રહે અને તેનો અમલ થાય તો આ ચુકાદો સાર્થક ગણાય.” ત્યારે હવે આ 2600 એકરમાંથી 231 એકર જમીન અદાણી પાસેથી લઇ અને નવીનાળ ગામને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Muslim Women : મુસ્લિમ મહિલાઓના ભરણપોષણને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે આ કલામ મુજબ માંગી શકે છે ભરણપોષણ