Share Marekt News : હિંડનબર્ગ રિપોર્ટ (Hindenberg Report) જાહેર થયા બાદ સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં (Share Marekt) ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો. હિંડનબર્ગ રિસર્ચના નવા અહેવાલ બાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપના શેર પ્રારંભિક સત્રમાં 17 ટકા સુધીના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ
ભારતીય શેરબજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે. બીએસઈનો સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પોઈન્ટ પર ખૂલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320 પોઈન્ટ પર ખુલ્યો હતો. દરમિયાન શરૂઆતી ટ્રેડિંગમાં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો હતો.
અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો
અદાણી ગ્રુપ માટે સોમવાર ફરી એકવાર કાળો દિવસ સાબિત થઈ શકે છે. સપ્તાહના અંતે હિંડનબર્ગ રિસર્ચના નવા અહેવાલ બાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપના શેર પ્રારંભિક સત્રમાં 17 ટકા સુધીના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
અદાણીનો આ શેર સૌથી વધુ ઘટ્યો હતો
સવારે 9:15 વાગ્યે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના તમામ શેર ગગડી ગયા હતા. અદાણી એનર્જી સોલ્યુશન્સે બીએસઈ પર લગભગ 17 ટકાના નુકસાન સાથે શરૂઆત કરી હતી. જો કે કારોબાર વધવાની સાથે તેણે શાનદાર રિકવરી દર્શાવી હતી, પરંતુ તેમ છતાં સ્ટોક હજુ પણ રેડમાં છે. સવારે 9.30 વાગ્યે BSE પર શેર 2.59 ટકાના નુકસાન સાથે રૂ. 1,075.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.
અદાણીના તમામ શેર લાલ થઈ ગયા
સવારે 9:30 વાગ્યે અદાણી ટોટલ ગેસ સૌથી વધુ 1.5 ટકાના નુકસાનનો સામનો કરી રહ્યો હતો. અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ 2 ટકાથી વધુ ખોટમાં હતો. એ જ રીતે અદાણી ગ્રીન એનર્જીમાં પણ અઢી ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અદાણી ગ્રુપના શેરમાં કેટલો થયો ઘટાડો
- અદાણી એન્ટરપ્રાઇઝ – 3.55 ટકા ઘટાડો
- અદાણી પોર્ટ્સ અને સેઝ – 4.80 ટકા ઘટાડો
- અદાણી ગ્રીન એનર્જી – 4.47 ટકા ઘટાડો
- અદાણી એનર્જી સોલ્યુશન્સ – 4.16 ટકા ઘટાડો
- અદાણી ટોટલ ગેસ – 7.22 ટકા ઘટાડો
- અદાણી વિલ્મર – 4.72 ટકા ઘટાડો
દોઢ વર્ષ પહેલા ભારે નુકશાન થયું હતું
તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં પહેલીવાર અદાણી જૂથને નિશાન બનાવ્યું હતું, ત્યારે અદાણીના શેરને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. રિપોર્ટ આવ્યા પછી લગભગ એક મહિના સુધી અદાણી ગ્રૂપના શેર સતત ઘટી રહ્યા હતા અને લોઅર સર્કિટનો ભોગ બની રહ્યા હતા. તે સમયે અદાણી ગ્રુપના શેરમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો હતો અને માર્કેટ કેપને 150 અબજ ડોલરથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
આ પણ વાંચો : Bihar: જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી, 8ના મોત, અનેક ઘાયલ