શાહરૂખ ખાન પર ભડકી Ram charan ની મેકઅપ આર્ટિસ્ટ, પોસ્ટ શેયર કરી ઢાલવ્યો ગુસ્સો

March 5, 2024

Shah Rukh Khan Statement on Ram Charan : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. આ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડ સહિત દુનિયાભરના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. ત્યારે પ્રી-વેડિંગના બીજા દિવસે સલમાન ખાન, શાહરૂખ ખાન (shahrukh khan)અને આમિર ખાને સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ઘણા વર્ષો પછી ત્રણેય સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન શાહરુખ ખાને સાઉથના સુપરસ્ટાર રામ ચરણને (Ram charan) જેવી રીતે બોલાવ્યો તેનાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

શાહરૂખના નિવેદનથી ચાહકો નારાજ

નાટુ-નાટુ ગીત પર તેમના પર્ફોર્મન્સને યાદગાર બનાવવા માટે સલમાન, શાહરૂખ (shahrukh khan) અને આમિર ખાને રામ ચરણ (Ram charan) સાથે ડાન્સ પણ કર્યો હતો. શાહરૂખે (shahrukh khan) પોતે રામ ચરણને (Ram charan) સ્ટેજ પર આવવા માટે બોલાવ્યા હતા. ચારેયએ તેમના ડાન્સથી અનંત અને રાધિકાના ફંક્શનમાં આકર્ષણ જમાવ્યું. પરંતુ આ ફંક્શન બાદ શાહરૂખની (shahrukh khan) એક વિવાદાસ્પદ ટિપ્પણી ચર્ચામાં છે. હકીકતમાં કિંગ ખાને રામચરણને (Ram charan) સ્ટેજ પર બોલાવતા કહ્યું હતું- ‘રામ ચરણ તું ક્યાં છું… બેન્ડ ઈડલી વડા રામચરણ ક્યાં છે તું?'” શાહરૂખના આ નિવેદન પર રામ ચરણના ચાહકો ખુબ ગુસ્સે છે. માત્ર ચાહકો જ નહીં, રામચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસન પણ તેમનાથી નારાજ છે.

Bhadki Ramcharan's makeup artist on Shah Rukh Khan

ઝેબા હસને ઢાલવ્યો રોષ

શાહરૂખના નિવેદનથી નારાજ રામ ચરણની મેક-અપ આર્ટિસ્ટ અંબાણીની પાર્ટી છોડીને બહાર નીકળી ગઈ હતી. જે બાદ તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી અને લખ્યું, “બેન્ડ ઈડલી વડા રામચરણ ક્યાં છે તું? આ પછી હું ત્યાંથી નીકળી ગઈ. રામ ચરણ જેવા સ્ટારનું અપમાન.” આટલું જ નહીં તેણે ઈન્સ્ટાગ્રામ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. તેણે લખ્યું, “હું શાહરૂખ ખાનની મોટી ચાહક છું, પરંતુ તેમણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યા તે મને પસંદ ન આવ્યું.”

આ પણ વાંચો : Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાની શરૂઆત

Read More

Trending Video