Patan Loksabha Seat : પાટણ લોકસભા બેઠકના લેખાજોખાં, શું આ વખતે પણ ત્યાં ભાજપ મારશે બાજી ?

March 16, 2024

Patan Loksabha Seat : ગુજરાત (Gujarat)ની ત્રીજા નંબરની લોકસભા બેઠક (Loksabha Seat) એટલે પાટણ. ઉત્તર ગુજરાતમાં આવતું પાટણ (Patan) તેના ભવ્ય વરસ માટે જાણીતું છે. પાટણના પટોળાંએ વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ મેળવી છે સાથેજ તેમ રાણીની વાવ (Rani Ki Vav)ને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા જ વિશ્વ નકશા પર પાટણનું નામ જાણીતું બની ગયું છે. તો આ વખતે લોકસભા ચૂંટણીઓ (Loksabha election 2024) આવી ગઈ છે અને પાટણ લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર (BJP Candidate)ને રિપીટ કરાયા છે જ્યારે કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી તો ચાલો આ બેઠકનું અત્યાર સુધીની રાજકીય સફર શું રહી છે તે જોઈએ.

પાટણ બેઠક પર અત્યાર સુધીનું રાજકારણ શું કહે છે ?

પાટણ કુલ 5.66 લાખ હેક્ટરનો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલા છે. પાટણમાં સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મદાર ઠાકોર મતદારો છે.

પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે એમાં વડગામ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે જે 2019માં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ જીતી છે. એ ઉપરાંતની કાંકરેજ (જિ – બનાસકાંઠા),, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ (જિ – મહેસાણા) આ 6 બેઠકો 2019માં ભાજપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. 1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

પાટણમાં કુલ મતદારોની સંખ્યા

પાટણમાં કુલ મતદારોની સંખ્યા
પાટણમાં કુલ મતદારોની સંખ્યા

પાટણની ચૂંટણીમાં વિજયી બનનાર ઉમેદવાર અને વર્ષ

1971 – ખેમચંદ ચાવડા
1977 – ખેમચંદ ચાવડા
1980 – હિરાલાલ પરમાર
1984 – પૂનમચંદ વણકર
1989 – ખેમચંદ ચાવડા
1991 – મહેશ કનોડીયા
1996 – મહેશ કનોડીયા
1998 – મહેશ કનોડીયા
1999 – પ્રવિણ રાષ્ટ્રપાલ
2004 – મહેશ કનોડીયા
2009 – જગદીશ ઠાકોર
2014 – લીલાધર વાઘેલા
2019 – ભરતસિંહ ડાભી

પાટણનું જ્ઞાતિવાદી સમીકરણ શું કહે છે ?

પાટણનું જ્ઞાતિવાદી સમીકરણ
પાટણનું જ્ઞાતિવાદી સમીકરણ

વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સફર

પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી 2019 માં વિજયી થાય હતા અને આ વખતે ભાજપે તેમણે રિપીટ કર્યા છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની સફરની રાજકીય સફરની શરૂઆત આમ તો 1985ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય બનવાથી થઈ હતી. 1955માં જન્મેલ ભરતસિંહ ત્યારબાદ 2002ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. 2007 માં સૌ પ્રથમ ભરતસિંહ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેમ વિજયી પણ થાય હતા. 2012ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા..2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ તેમને પાટણ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા બાદ તેઓ સાંસદ પદે ચૂંટાયા હતા.

2022 વિધાનસભાની ચૂંટણી

પાટણ – કિરીટ પટેલ (કોંગ્રેસ)
વડગામ – જીજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ)
કાંકરેજ – અમૃત ઠાકોર (કોંગ્રેસ)
ચાણસ્મા – દિનેશ ઠાકોર (કોંગ્રેસ)
સિદ્ધપુર – બળવંતસિંહ રાજપૂત (ભાજપ)
ખેરાલુ – સરદાર ચૌધરી (ભાજપ)
રાધનપુર – લવિંગજી ઠાકોર (ભાજપ)

પાટણ બેઠક પર 2019 ના ચૂંટણી પરિણામો

લોકસભા 2019 ની ચૂંટણીમાં પણ પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ હતી. તમને 6.63 લાખ મત મળ્યા હતા. તેઓ 3.05 લાખ મતના માર્જિનથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની ભરતસિંહ સામે હાર થઈ હતી. આ વખતે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતરશે તે જોવાનું રહ્યું.

Read More

Trending Video