Ahmedabad Rain : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain ) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ ( Meteorological Department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો.
અમદાવાદમાં શરુ થયો વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે અમદવાદમાં વરસાદની આગાહી કરવામા આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના ગોતા, એસજી હાઈવે, વૈષ્ણદેવી, સેટેલાઈટ, પંચવટી, પાલડી, ચાંદખેડા, આંબલી, બોપલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં તરબોળ થયા હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસથી બારે બફારા બાદ આજે મેઘમહેર થતા વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી.
બપોરે 12:00 વાગ્યા સુધીમાં શહેરમાં આટલો વરસાદ નોંધાયો
પ્રાપ્ત જાણકારી મુજબ બપોરે 12:00 વાગ્યા સુધીમાં શહેરના જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, શિવરંજની સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાલડી, એલિસબ્રિજ, જમાલપુર, વાડજ, નવા વાડજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી કરવામા આવી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપી, નવસારી, વલસાડ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાવામા આવી છે.
આજે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
આજની વાત કરવામા આવે તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા , પરેશ ગોસ્વામીની મોટી આગાહી