Accident Near Ambaji: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 25થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત

October 7, 2024

Accident Near Ambaji: હાલ નવરાત્રીનો (navratri) પર્વ ચાલી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મા અંબાના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

અંબાજીમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્સરી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 25થી વધુ લોકો ઘાયલ થયાં છે. આ અકસ્માતમાં હજુ મૃતકઆંક વધવાની શક્યતાઓ છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત ?

જાણવા મળી રહ્યુ છે કે, ખેડા જિલ્લાના કઠલાલના ભક્તો માં અંબાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે મુસાફરોને પૂછતા બસનો ડ્રાઇવર નશામાં હોવાનું જાણવા મળ્યું છે. કહેવામા આવી રહ્યુ છે કે,આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  India-Maldives: ભારત વિરોધી નિવેદનો આપવા માટે જાણિતા માલદીવના રાષ્ટ્રપતિના બદલાયા સૂર, ભારત સાથે સારા સબંધોની કરી વાત

Read More

Trending Video