ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ TET-TAT પાસ ઉમેદવારો વ્યાપકપણે કરી રહ્યાં છે. આ મુદ્દે હવે ભાજપ સરકાર ઘરમાં ઘેરાઈ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભાજપની જ વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી છે અને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
જ્ઞાનસહાયક યોજના રદ કરવા માટે હવે abvp પણ મેદાનમાં આપ્યું છે. ગાંધીનગર શહેરના સેક્ટર 6ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે ABVP કાર્યકરો એકઠા થયા. કાર્યક્રમ માટેની મંજૂરી ના હોવાને કારણે ગાંધીનગર પોલીસ દ્વારા ABVP ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
ABVP દ્વારા જ્ઞાનસહાયક યોજના રદ કરી કાયમી ભરતી કરવાની માંગ સાથે TET-TAT પાસ કરેલા ઉમેદવારોના ન્યાય માટે પદયાત્રાનું આયોજન કરાયું હતું. પદયાત્રાનું આયોજન કરવામાં આવે તે પહેલા જ ABVP ના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.