Lok Sabha elections : લોકસભાની ચૂંટણીનો (Lok Sabhaelections) સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ તમામ રાજકીય પક્ષો વધુ સક્રિય થઈ રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (AAP party) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સિવિલ લાઇન્સના નિવાસસ્થાને રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાવનગરથી (Bhavnagar) લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાને (Umesh Makwana) જાહેર કરવામા આવ્યા છે.
ઉમેશ મકવાણા લોકસભા માટે ઉમેદવાર જાહેર
ભરુચ બેઠક પરથી ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે આપ પાર્ટીએ ગુજરાતમાં તેના બીજા ઉમેદવારમનું નામ પણ જાહેર કરી દીધું છે. AAP MLA ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે.
અગાઉ આસામની ત્રણ બેઠકો માટે કરી હતી ઉમેદવારની જાહેરાત
આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે આસામની ત્રણ લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી વતી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
Gujarat में AAP के 5 MLA और कांग्रेस के 17 MLA हैं
Merit के आधार पर अगर चुनाव लड़ें
AAP: 8
Congress: 18दिल्ली में कांग्रेस के 0 MP, 0 MLA और 9 पार्षद हैं
हम कांग्रेस को 1 Seat Offer करते हैं
दिल्ली को लेकर जल्दी बात शुरू हो और अगर निष्कर्ष नहीं निकलता तो हम 6 Seats पर अपने… pic.twitter.com/6fL5vkOmh2
— AAP (@AamAadmiParty) February 13, 2024
ઉમેદવારની જાહેરાત કર્યા બાદ સંદીપ પાઠકે શું કહ્યું ?
આમ આદમી પાર્ટીના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં AAP પાસે 5 અને કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો છે, જો મેરિટના આધારે ચૂંટણી લડવામાં આવે છે તો આપને 8 સીટો મળવી જોઈએ અને કોંગ્રેસ 18 સીટો પર લડે.
દિલ્હીમાં 1 સીટ ઓફર કરી
દિલ્હીમાં કોંગ્રેસ પાસે 0 સાંસદ, 0 ધારાસભ્ય અને 9 કાઉન્સિલર છે. અલાયન્સનું માન રાખીને અમે કોંગ્રેસને 1 સીટ ઓફર કરીએ છીએ. અને અમે 6 સીટો પર લડીએ.
કોઈ નિષ્કર્ષ પર નહીં આવે તો ટૂંક સમયમાં 6 બેઠકો પર ઉમેદવાર જાહેર કરાશે : સંદીપ પાઠક
વધુમાં તેમને કહ્યું કે, દિલ્હીને લઈને ટૂંક સમયમાં વાતચીત શરૂ થવી જોઈએ અને જો કોઈ નિષ્કર્ષ પર નહીં આવે તો અમે ટૂંક સમયમાં 6 બેઠકો પર અમારા ઉમેદવારોની જાહેરાત કરીશું. અને પોતાનું કામ શરુ કરીશું
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસની મુશ્કેલી વધી, પૂર્વ CM Ashok Chavan ભાજપમાં જોડાયા