AAPની 7 દિવસીય ઊંધી ‘દાંડીયાત્રા’નો પ્રારંભ, YUVRAJSINH JADEJA એ યાત્રા શરુ કરતા પહેલા શું કહ્યું ?

આ દાંડી યાત્રા આજથીઅને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે.આ યાત્રામાં યુવરાજ સિંહની સાથે મોટી સંખ્યામાં પીડિત યુવાનો જોડાશે .

October 13, 2023

રાજ્યમાં જ્ઞાન સહાયક કાયદાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવી રહી છે. આ દાંડી યાત્રા દાંડીથી શરૂ કરવામાં આવી છે અને ગાંધી આશ્રમ સુધી ચાલશે. આ દાંડી યાત્રા આજથીઅને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે.આ યાત્રામાં યુવરાજ સિંહની સાથે મોટી સંખ્યામાં પીડિત યુવાનો જોડાશે .

ઉંધી દાંડી યાત્રાનો પ્રારંભ

AAP દ્વારા આજે 10 વાગ્યે દાંડીથી સાબરમતી સુઘી 7 દિવસ ‘યુવા અધિકાર યાત્રા’ યોજી સરકાર સમક્ષ કાયમી શિક્ષકની ભરતીની રજૂઆત કરવામા આવશે. સરકારની આ જ્ઞાન સહાયક યોજનાની સરખામણી ઉમેદવારો રોલેક્ટ એક્ટના કાળા કાયદા સાથે કરી રહી છે. અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.

યુવરાજસિંહે કર્યું ટ્વિટ

આ અંગે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે દાંડી યાત્રા 2.0, ગાંધીને ગોરો કો બતાઈ દેશ કે નમક કી કિંમત, હમ બતાયેગે ઈન કાલે અંગ્રેજ કો દેશ કે શિક્ષણ કી કિંમત, ના લખાણ સાથે ગાંધીજીની મીઠાના કાયદાનો ભંગ કરતો ફોટો, તેમજ જ્ઞાન સહાયક રદ કરો, કાયમી ભરતી કરોના નારા સાથે પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે,

‘दो न्याय अगर तो आधा दो,
पर, इसमें भी यदि बाधा हो,
तो दे दो केवल पाँच ग्राम,
रक्खो अपनी धरती तमाम।
हम वहीं खुशी से खायेंगे,
परिजन पर असि न उठायेंगे!

ઉંધી દાંડીયાત્રા કેમ ?

આ મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે તે વખતે અંગ્રેજોના મીઠા પરના કર લાદવાના નિર્ણયના વિરોધમાં ગાંધીજીએ સાબરમતિ આશ્રમથી દાંડી સુધીની યાત્રા કાઢી હતી. તેવી જ રીતે જ્ઞાન સહાયક પ્રોજેક્ટને અમે રોલેક્ટ એક્ટ સાથે સરખાવેલો છે આ રોલેક્ટ એકટ જેવો કાળો કાયદો છે. આ રીતે આ કાયદો (જ્ઞાન સહાયક) કાળા અંગ્રેજો લાવેલા છે. આ કાળા કાયદાના વિરોધમાં જે ઉલ્ટી ગંગા વહે છે તે જ રીતે અમે દાંડીથી સાબરમતિ આશ્રમ આવી અને ગાંધીજીને કહેવાના છીએ કે અત્યારે તમે જેને સત્તાનો કારભાર સોંપીને ગયા છો તે લોકો ઉલ્ટા નિર્ણયો લઈ રહ્યાં છે તેથી અમે ઉલ્ટી દાંડીયાત્રા કાઢી રહ્યાં છીએ. આ સરકાર સમજે.

Read More

Trending Video