મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન, 18 મહિના બાદ આવશે જેલની બહાર

October 18, 2024

Satyendra Jain Gets Bail: આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party) વરિષ્ઠ નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) જામીન મળી ગયા છે. AAP નેતાને લગભગ અઢી વર્ષ બાદ રાહત મળી છે. શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે તેની જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

AAP નેતા સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન

દિલ્હીની એક કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જામીન આપ્યા છે. કોર્ટે તેને શરતી જામીન આપ્યા છે, તે દેશની બહાર જઈ શકશે નહીં. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈને લગભગ 18 મહિના જેલમાં સજા ભોગવી છે. જોકે, ઈડીએ સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો છે. પરંતુ કોર્ટે કહ્યું કે તેણે જેલમાં લાંબી સજા ભોગવી છે. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી મંજૂર છે, તેમણે રૂ. 50,000ના અંગત બોન્ડ ભરવા પડશે.

2022માં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી

જૈનની 30 મે, 2022 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે આરોપી અને EDની અરજી પર દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જૈનના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેને વધુ કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો થશે નહીં. ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો જૈનને મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા જૈન વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાંથી EDનો કેસ ઊભો થયો છે.

આપના મોટા નેતાઓ આવ્યા જેલની બહાર

મહત્વનું છે કે, આ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને પણ જામીન મળી ચૂક્યા છે. જે બાદ આ બંને નેતાઓ જેલમાંથી બહાર આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર આવતાની સાથે જ AAPના તમામ મોટા નેતાઓ જે જેલમાં હતા તે હવે બહાર આવી ગયા છે. ત્યારે આજે સત્યેન્દ્ર જૈનને જામીન મળી ગયા છે. પરંતુ આ જામીન સાથે કોર્ટે કેટલીક શરતો પણ મુકી છે. સત્યેન્દ્ર જૈન વિદેશ જઈ શકશે નહીં. એવું કહેવામાં આવ્યું હતું કે EDએ સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ જેલની લાંબી અવધિને ધ્યાનમાં રાખીને, કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી મંજૂર કરી હતી. તેમને 50 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે.

આ પણ વાંચો :  સદગુરુના ઈશા ફાઉન્ડેશનને SCમાંથી રાહત, આશ્રમમાં બે છોકરીઓને બળજબરીથી બંધક બનાવી રાખવાનો કેસ બંધ કરવા આદેશ

Read More

Trending Video