ઇકો ઝોન માટે વર્ષોથી લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે કરી મોટી જાહેરાત, આ તારીખે ગીર ગઢડામાં યોજાશે વિશાળ ખેડૂત સંમેલન

October 18, 2024

Eco-sensitive zone : ઇકો ઝોનની (eco zone) લડત ગીર વિસ્તારમાં (Gir area) દિવસેને દિવસે ઉગ્ર બનતી જઈ રહી છે.ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું (eco-sensitive zone) પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઇકો સેન્સેટિવ ઝોન સામે ખેડૂતો તો વિરોધ કરી જ રહ્યા છે સાથે સાથે આપ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આ કાયદાની વિરુદ્ધમાં આવ્યા છે. ત્યારે ઈકો ઝોન મામલે ઉગ્રતાથી વિરોધ કરનારા આપ નેતા પ્રવીણ રામે (Praveen Ram) ઇકોઝોનની લડતને વેગ આપવા મોટી જાહેરાત કરી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, ઇકોઝોનની વિરુદ્ધમાં ગીર ગઢડા ખાતે 19 તારીખ અને શનીવારના રોજ બપોરે ત્રણ કલાકે કોળી સમાજની વાડીમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનમાં ઇકોઝોન માટે વર્ષોથી લડત લડનાર આપનેતા પ્રવીણ રામ સહિત બીજા અનેક રાજકીય ,સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહેવાના છે ત્યારે ગીર ગઢડાના સ્થાનિક આગેવાન સેજલબેન ખૂંટ દ્વારા લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રવિણ રામ દ્વારા અપીલ કરવામા આવી છે.

પ્રવીણ રામે ઇકોઝોનની લડતને વેગ આપવા મોટી જાહેરાત કરી

પ્રવિણ રામે કહ્યુ કે, ઈકો ઝોનના આ લડતના છેક દિલ્હી સુધી પડઘા પડ્યા છે. વિસાવદરમાં ખુબ મોટી રેલીઓ અને સભાઓ યોજાઈ ત્યારે
ઇકોઝોનની વિરુદ્ધમાં ગીર ગઢડા ખાતે 19 તારીખ અને શનીવારના રોજ બપોરે ત્રણ કલાકે કોળી સમાજની વાડીમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવા જઈ રહ્યું છે આ મહાસંમેલનમાં હુ આગામી રણનિતી બાબતે ચર્ચા કરીશ. આ સંમેલનમાં ઇકોઝોન માટે વર્ષોથી લડત લડનાર આપનેતા પ્રવીણ રામ સહિત બીજા અનેક રાજકીય ,સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહેવાના છે ત્યારે ગઢડાના સ્થાનિક આગેવાન સેજલબેન ખૂંટ દ્વારા લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ વધુમાં તેમણે કહ્યુ કે, જો વખતે અવાજ નહીં ઉઠાવીએ તો આપણી પેઢીઓને વર્ષો સુધી વન વિભાસ સાથે લડવું પડશે. એટલા માટે તમામ લોકોને અપીલ છે કે, મોટી સંખ્યામાં સૌ હાજર રહે, આ સાથે ગીર ગઢડાના સ્થાનિક આગેવાન સેજલબેન ખૂંટે પણ લોકોને અપીલ કરી હતી

ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં આવતી જમીન, મકાન કે ખેતરમાં સરકારની પરવાનગી વગર કંઈ પણ કરી શકાશે નહિ. જો એવું કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા આદેશ

Read More

Trending Video