પોલીસ યાદીમાં પ્રમોશન મુદ્દે ગોપાલ ઇટાલીયાએ કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણો શું કહ્યું

September 4, 2024

Gopal Italia : ગઈ કાલે આપ (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) તેમના પ્રમોશનને (promotion) લઈને ટ્વિટ કર્યું હતુ જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે, તેમને રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે. આ સાથે તેમને હર્ષ સંઘવી પર પણ બરાબરના પ્રહાર કર્યા હતા ત જે કે, ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ પર અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો હતો અને તેમાં જણાવ્યુ હતુ કે, ગોપાલ ઈટાલિયાએ સરખુ વાંચ્યું નહીં તે યાદીમાં તેમના નામ છે જેમને 2012 સુધી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી હતી એટલા માટે યાદીમાં તેમનું નામ સામેલ છે. ત્યારે અમદાવાદ પોલીસની સ્પષ્ટતા મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યુ હતુ કે, તેઓ નવો ખુલાસો કરશે ત્યારે ગોપાલ ઈટાલિયાએ આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

પોલીસમાં પ્રમોશન મામલે ગોપાલ ઈટાલિયાએ કર્યો નવો ધડાકો

ગોપાલ ઈટાલિયાએ સૌથી પહેલા અમદાવાદ પોલીસ સાથેના તેમના સબંધો વિશે જણાવ્યું હતુ જે બાદ તેમને ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, અમદાવાદ પોલીસ તરફથી જે પ્રેસ નોટ તદન પાયાવિહોણી છે. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, આ લિસ્ટ પોલીસનું પ્રમોશનનો લિસ્ટ નથી. પરંતુ પ્રવર્તતા એટલે કે સિન્યોરિટીનું લિસ્ટ છે.મારું કહેવું છે કે હું છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં છું જ નહીં તો મારી વિગત શા માટે મંગાવો છો? પ્રવર્તતા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ. પ્રમોશનનું લિસ્ટ હોય તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ.જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફોજદારી હોય?

ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ શહેર પોલીસના અધિકારી પર સવાલ ઉઠાવ્યા

વધુમાં ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ શહેર પોલીસના અધિકારી પર સવાલ ઉઠાવતા જણાવ્યુ કે, આમા મારા નામની સામે પોલીસ સ્ટેશનું નામ નથી તો બીજા ઘણા કોન્સ્ટેબલના નામની સામે ખાનુ ખાલી છે અને આ ખાનું ખાલી હોય તેનો મતલબ એ છે કે જે કોન્સ્ટેબલ ઓએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તે કોન્સ્ટેબલનું ખાનુ ખાલી રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેને બઢતી આપતા પહેલા સર્ટિફિકેટ જમા કરાવી દે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ આ પત્ર સરખી રીતે વાંચ્યો નથી. વધુમાં તેમને સવાલ કર્યો હતો કે, જ્યારે મેં રાજીનામું આપ્યું ત્યારે હું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતો હતો. એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું પાંચ વર્ષ નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે-સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી મળે. મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી કર્મચારી તરીકે ફરજ નહોતો બજાવતો પરંતુ હું ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મને ક્યારેક કાયમી કર્મચારી તરીકેની ડ્યુટી મળી જ નથી. હું ક્યારેક કોન્સ્ટેબલ બન્યો જ નથી તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શા માટે બનાવવામાં આવે? તો પછી આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શા માટે આવ્યું?

પોલીસમાં નોકરી ન કરતા હોવાના અનેક નામ સામેલ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, આ લિસ્ટમાં અનેક એવા નામ છે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી તેમજ ચાર-પાંચ લોકો પોલીસ ખાતામાં નોકરી કરે છે પરંતુ કોન્સ્ટેબલ નથી, એએસઆઇ છે અથવા પીઆઇ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકીને એએસઆઇ કે પી એસ આઈની ભરતી પાસ કરીને અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઇ બની ગયા છે, તેવા વ્યક્તિનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસ પોલીસ ખાતાની નોકરીમાંથી રાજીનામું આપીને બીજા ખાતાની નોકરીમાં લાગી ગયા છે, તેમનું નામ આ લિસ્ટમાં કઈ રીતે આવ્યું તેવા ગંભીર સવાલો કર્યા હતા.

ગોપાલ ઈટાલિયાએ કરી આ માંગ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ નાયબ પોલીસ કમિશનર કંટ્રોલરૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે તેમાં રાજકીય દબાણ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ આ યાદીમાં અનેક ક્ષતિ અને ગંભીર બેદરકારી હોવાનું જણાવી ગોપાલ ઈટાલિયાએ તેમાં લિસ્ટનો સુધારો થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવે અને રેકોર્ડની આધુનિક રીતે સાચવવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો :  PM Modi Singapore Visit: સિંગાપુરમાં પીએમ મોદીનો અનોખો અંદાજ, મહારાષ્ટ્રીયન ધૂન પર વગાડયો ઢોલ

Read More

Trending Video