AAP Gujarat : રાજ્યમાં TRP ગેમ ઝોન (TRP Game Zone) જેવી દુર્ઘટનાઓ મામલે સરકારે (Government) અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ઘટનાઓ થઇ તેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના પીડિતોને આજસુધી ન્યાય મળ્યો છે કે નહિ તે બાબતે પીડિતોના પરિવારોની મુલાકાત લીધા બાદ શું જાણવા મળ્યું તે અંગે માહિતી આપવામા આવી હતી. આ દરમિયાન ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. અને સીટના નામે કાર્યવાહીના નાટક કરીને સરકાર ઢાંકપીછાડો કરવાનો આરોપ લગાવ્યો હતો આ સાથે તેમને સીઆર પાટીલે જ્યારે ગુજરાતમાં એક સીટ ગુમાવવા અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી અને રડ્યા જેવા થઈ ગયા હતા આ મામલે ઈશુદાને પાટીલ પર પ્રહાર કર્યા હતા કે, તમે દુર્ઘટના થાય ત્યારે કેમ તમારી જવાબદારી સ્વીકારતા નથી. આ સાથે ઈશુદાને હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.
ઈશુદાન ગઢવીના ભાજપ સરકાર પર પ્રહાર
ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, દર વખતે સીટ નામની એક બલાની રચના થાય છે. આ બલા કામ શું કરે્ છે ? પહેલી વખત જ્યારે ઘટના બને ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવે. તેઓ ચલાવે છે અમે સંવેદનશીલ છીએ ચમરબંધીને છોડવામા નહીં આવે. તે રટી રટાયેલી વાક્ય રચનાઓ ગોઠવે. ચમરબંધીને છોડવામાં નહીં આવે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે. વળતર ચૂકવવામા આવશે. અને સીટની રચના કરવામા આવશે. પછી કંઈ બહુ થાતું નથી.
આમ આદમી પાર્ટીએ નક્કી કર્યં કે, જેટલી પણ સીટની રચનાઓ થઈ તેમાં જે મેન મેન ઘટનાઓ છે તેમાં અમારી ટીમના આગેવાનોએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી.આપણને બધાને મહિનો પંદર દિવસ સુધી લાગણીઓ હોય કામગીરી કરીએ સ્વાભાવિક છે કે રુટીન પછી તેને ભુલી જઈએ સરકાર સીટના બહાને ઢાંકપીછોડો કરીને છુટી જાય છે. પોતે કોઈ જવાબદાર અધિકારી કે મુખ્યમંત્રીએ એમ નથી કીધુ કે મારી જવાબદારી છે.
આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતમાં જે ઘટનાઓ થઇ જેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના પીડિતોને આજસુધી ન્યાય મળ્યો છે કે નહિ તે બાબતે પીડિતોના પરિવારોની મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું કે સરકાર આજ સુધી કોઈને ન્યાય અપાવી શકી નથી. pic.twitter.com/ym1LpgF2Ms
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 17, 2024
સી આર પાટીલ પર પ્રહાર કરતા ઈશુદાને શું કહ્યું ?
વધુમા ઈશુદાન ગઢવીએ સી આર પાટીલ પર પ્રહાર કરતા કહ્યુ કે, પાટીલ એક સીટ હારી જાય તો તેમને દુ ખ થાય આંખમાં આસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે આ મારી જવાબદારી છે કે હુ એક સીટ હારી ગયો પરતું તેમને તેમ એમ નથી કીધુ કે, રાજકોટ કાંડ થયુ મોરબીકાંડ થયું, સુરતમાં તક્ષશીલાકાંડ, વડોદરામાં હરણીકાંડ થયું ત્યાં મારી જવાબદારી છે તેમ નથી કીધું. કે નથી મુખ્યમંત્રીએ એમ કહ્યુ કે, મારી જવાબદારી છે.
હર્ષ સંઘવી પર પ્રહાર
વધુમાં તેમને હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યુ કે, હર સંઘવી નિવેદન કરે છે કે, ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો તેને હવે લાઈસન્સ રદ કરવામા આવશે તો તમારા લાયસન્સો ક્યારે રદ થશે ? જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તે તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારેય ? તમે પ્રજાના ટેક્સ ઉઘરાવવાના હોય તો પહેલા ટેક્સ ઉઘરાવી લ્યો છો. સીટ કાંડમાં અમારી ટીમે ત્યાં વીઝીટ કરી પીડીતોને મળી છે શું કાર્યવાહી થઈ છે તે અંગે જાણ્યુ તો કાર્યવાહીમાં છેલ્લે મીંડુ આવ્યુ છે.
આ પણ વાંચો : Pavagadh: હટાવેલી મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ, મામલો થાળે પાડવાના સરકારના પ્રયાસ