AAP Gujarat : કચ્છ જિલ્લા AAPના હોદ્દેદારો વિવાદમાં સપડાયા, સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઉભા થયા

December 25, 2025

AAP Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે આમ આદમી પાર્ટી સરકાર સામે મોટા મોટા આક્ષેપો કરતી જોવા મળતી હોય છે. કોઈ કૌભાંડ હોય કે કોઈ દુર્ઘટના બને કોઈને કોઈ કારણોસર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર સામે આરોપો મુક્ત દેખાતા હોય છે. પણ હવે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જ વિવાદમાં સપડાયા છે. ભચાઉના કટારીયા ગમે યોજાયેલી સભામાં એક જાણીતી ગેંગનો શાર્પ શૂટર જોવા મળતા હવે નવા વિવાદનું સર્જન થયું છે. સાથે જ સવાલો પણ ઉભા થયા છે.

કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિવાદમાં સપડાયા છે. હરિયાણાની રોહિત ગોદારા- નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથે આપ હોદ્દેદારોના ફોટો વિડીયો વાયરલ થતા ચકચાર મચી. 14 ડિસેમ્બરના ભચાઉના કટારીયા ગામે ગુજરાત આમ આદમી પાર્ટી હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલ કિસાન મહાપંચાયતમાં સ્ટેજ પર શાર્પ શૂટર જોવા મળ્યો. હરિયાણાની કુખ્યાત ગેંગના શાર્પ શૂટર સ્ટેજ પર ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો. બીજી તરફ આપ પ્રદેશ મંત્રી સંજય બાપટ સાથે શાર્પ શૂટરને આસરો દેવાવાળા વ્યક્તિની રીલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો કાયનાત અંસારી કુખ્યાત આરોપીને કેક ખવડાવી રહ્યા હોવાના ફોટો વાયરલ થયા છે.

પૂર્વ કચ્છ આપ પાર્ટીમાં પ્રમુખની ચેમ્બરમાં બંધ દરવાજે ગેંગસ્ટર સાથે શેનું સેલિબ્રેશન થઇ રહ્યું છે તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે 21 તારીખના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે વિકાસ ઊર્ફે ગોલુ જસબીરસિંઘ શેરોન અને ડિંકેશ ઊર્ફે કાલી પરમાનંદ ગર્ગ બંને આરોપીઓની રાપરના નાગેશ્વર પાર્કના રહેણાકમાંથી ધરપકડ કરી હતી. હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં થયેલ હત્યા પ્રકરણમાં આરોપી ફરાર હતો. સમગ્ર મામલે આપ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મૌન ધારણ કર્યું છે.

આ પણ વાંચોChristmas 2025 : આજે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી, પીએમ મોદી દિલ્હીના ઐતિહાસિક ચર્ચની મુલાકાતે પહોંચ્યા

Read More

Trending Video